તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હાલારના પાંચ તાલુકામાં હળવો વરસાદ

હાલારના પાંચ તાલુકામાં હળવો વરસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેર-જિલ્લામાં શરૂ થયેલા વરસાદના બીજા રાઉન્ડમાં સતત ત્રીજા દિવસે પણ મેધરાજાએ મુકામ કરતા કાલાવડમાં એક ઇંચ જ્યારે ધ્રોલમાં અડધો ઇંચથી વધુ પાણી વરસ્યુ હતુ.જ્યારે ચાર તાલુકામાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.
જામનગરમાં ચોમાસાના પ્રારંભે મેધરાજાએ ધમાકેદાર પધરામણી કર્યા બાદ લગભગ ચારેક સપ્તાહના વિરામ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે.કાલાવડમાં શનિવારે રાત્રે આવી પહોચેલી મેધસવારીએ ધીમીધારે વરસવાનું શરૂ કરતા મધરાત સુધીમાં લગભગ અડધો ઇંચથી વધુ પાણી વરસાવ્યુ હતુ.ત્યારબાદ રવિવારે સવારથી સાંજ સુધી યથાવત હળવા ભારે ઝાપટાએ વધુ અડધોક ઇંચ વરસાદ વરસાવ્યો હતો. ધ્રોલમાં સવારથી સાંજ સુધી યથાવત હળવા ભારે ઝાપટા અને ઝરમર વરસાદે વધુ પંદર મી.મી. પાણી પડયુ હતુ.જ્યારે જામજોધપુર,દ્વારકા અને લાલપુરમાં પણ દિવસ દરમ્યાન હળવા ઝાપટા વરસ્યા હતા.ભાણવડમાં શનિવારે રાત્રે ઝાપટા પડયા હતા.શહેર-જિલ્લામાં મોડી સાંજે પણ મેધાવી માહોલ યથાવત રહયો હતો.