તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ૫૯૧૮ વીઘા જમીનમાં ખેતી પર પૂર્ણવિરામ

૫૯૧૮ વીઘા જમીનમાં ખેતી પર પૂર્ણવિરામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આૈધ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી હોવા છતાં ભારત આજે પણ કૃષપિ્રધાન દેશ છે. ખેતીમાં અગ્રસ્થાને અને કપાસ, મગફળી જેવા પાકોના ઉત્પાદનમાં ટોચનું સ્થાન ધરાવતા ગુજરાતમાં મહત્વના જિલ્લાઓમાંથી અમુક જિલ્લામાં ધીમે-ધીમે ખેતીનું પ્રમાણ ઘટી રહયું છે. જેમાં જામનગર જિલ્લાનો સમાવેશ પણ થાય છે.
કારણ કે, જિલ્લામાં છેલ્લાં પાંચ વર્ષમાં એટલે કે, ૨૦૦૭ થી લઇને ૨૦૧૨ સુધીમાં તાલુકા અને જિલ્લા પંચાયતના ચોપડે કુલ ૯૫૭૯૨૭૩ ચો.મી. એટલે કે, ૫૯૧૮ વીઘા ખેતીની જમીન બિનખેતી થઇ હોવાનું નોંધાયું છે.
જેમાં રહેઠાણ હેતુ માટે ૬૮૫૬૬૨૦ ચો.મી. , આૈધ્યોગીક હેતુ માટે ૧૦૦૨૯૯૦ ચો.મી., વ્યાપારીક હેતુ માટે ૧૦૩૯૫૧૬ ચો.મી. તથા શૈક્ષણિક અને સખાવતી હેતુ માટે ૬૮૦૧૪૭ ચો.મી. જમીનનો સમાવેશ થાય છે.
આૈધ્યોગિકરણ અને વિકાસને કારણે જમીનના ભાવમાં આવેલી તેજી, વસ્તીવધારાને કારણે રહેણાંક હેતુ માટેની જગ્યાનો અભાવ, લોકોની બદલાયેલી રહેણી-કરણી અને સિમેન્ટ કોંક્રિટના જંગલો બનાવવાની ઘેલછા ખેતીની જમીન બિનખેતી થવા પાછના મુખ્ય કારણો છે. તજજ્ઞોએ જણાવ્યાનુસાર છેલ્લાં પાંચ વર્ષમાં આશરે રૂ.૧૪ અબજની ખેતીની જમીન બિનખેતી થઇ છે.
અત્રે નોંધનિય છે કે, જામનગર જિલ્લામાં ગત વર્ષને બાદ કરતાં અગાઉના વર્ષોમાં રેકર્ડબ્રેક વરસાદ થયો છે. આથી ખેતી માટે પાણીનો કોઇ પ્રશ્ન રહેતો નથી. આમ છતાં ખેતીની જમીનોના ઉંચા ભાવ હોવાથી નાણાંની લ્હાયમાં વેચવાની ઘેલછા અને પછી બિનખેતી થયા બાદ તેમાં ઉભા થતાં મકાનો, ઇમારતો, કારખાના સહિતના સિમેન્ટ-કોક્રિંટના જંગલો પયૉવરણ માટે લાલબતી સમાન છે.
બિનખેતીની પ્રક્રિયા કડાકૂટ ભરેલી હોવા છતાં જામનગર શહેર તેમજ જિલ્લામાં જમીનો બિનખેતી કરાવવાનું પ્રમાણ જે ગતિએ વધી રહયું છે તેનાથી ખેતી સામે તો પ્રશ્નાર્થ ઉભા થયા છે. સાથે-સાથે સમાજ માટે પણ આ એક ચિંતાજનક બાબત હોવાનું જાણકારોએ જણાવ્યું છે. વર્તમાન સમયમાં કોઇપણ રાજ્ય અને જિલ્લાએ દરેક ક્ષેત્રમાં વિકાસ કરવો અનિવાર્ય બન્યો છે. પણ વેપાર, ઉદ્યોગ, શિક્ષણના વિકાસ પાછળ આંધળી દોટ અને સિમેન્ટ-કોંક્રિટના જંગલો બનાવવાની ઘેલછાને કારણે હાલારમાં છેલ્લાં પાંચ વર્ષમા ૫૯૧૮ વીઘા એટલે કે ૯૫૭૯૨૭૩ ચો.મી. જમીન બિનખેતી થતાં આ જમીનમાં એક સમયે કરવામાં આવતી ખેતી પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. બિનખેતી થયેલી જમીનની એક ચો.મી.ની પાંચ વર્ષની સરેરાશ લઘુતમ કિંમત રૂ. ૧૫૦૦ ગણીએ તો જમીનની કિંમત રૂ.૧૪ અબજ થાય છે. બિનખેતી જમીનનો આ સિલસિલો ઘટવાને બદલે વધતાં આગામી વર્ષોમાં ખેતીની સ્થિતિ શું થશે ? તે એક વિચાર માંગી લેતાં સવાલની સાથે ચિંતાજનક બાબત પણ છે. તાલુકામાં થયેલી બિનખેતી જમીનનું સરવૈયું (ચો.મી.માં)
તાલુકો ૨૦૦૮-૦૯ ૨૦૦૯-૧૦ ૨૦૧૦-૧૧ ૨૦૧૧-૧૨
જામનગર - - ૩૨૩૭૦ ૨૦૨૩
ધ્રોલ - ૩૦૩૫૦ ૧૬૪૯૨ ૫૪૪૨
જોડિયા ૪૦૪૭ ૮૦૯૪ ૨૬૬૮૫ ૧૬૧૯
કાલાવડ ૬૧૦૭૦ ૬૩૨૩૦ ૨૩૯૮ ૧૪૧૬૪
લાલપુર - - ૬૧૭૧ ૩૧૩૬
ભાણવડ ૮૨૯૬ ૪૨૪૯ - ૪૦૫
જામજોધપુર ૧૭૭૩ ૧૬૧૮ ૨૨૮૬૫ ૪૮૫૫
ખંભાિળયા ૯૪૦૯ - - -
કલ્યાણપુર ૧૬૧૯ ૩૨૫૩ ૧૬૦૦ ૨૧૨૫
દ્વારકા - ૨૪૯૨૦૭ ૮૦૯૪ ૨૯૩૪શહેરીકરણ પ્રત્યેનું આકષર્ણ જવાબદાર
જામનગર જિલ્લામાં ખેતીની જમીનો બિનખેતી કરવાના વધેલા પ્રમાણ પાછળ ગામડાંઓમાં રહેતાં લોકોમાં શહેરીકરણ પ્રત્યેનું વધેલું આકષર્ણ મુખ્ય કારણ છે. આથી ગામડાંઓમાં રહેતાં લોકો ખેતી છોડી શહેરમાં વસવાટ કરવા તરફ વળ્યા છે. આ ઉપરાંત ખેતીની જમીનના ભાવોમાં આવેલી તેજી અને વિકાસ પણ મુખ્ય પરબિળ ગણી શકાય.
-હિતેન અજુડિયા (એડવોકેટ)રહેઠાણ હેતુ માટે સૌથી વધુ જમીન બિનખેતી
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચોપડે છેલ્લાં પાંચ વર્ષમાં નોંધાયેલી બિનખેતી જમીનમાં રહેણાંક હેતું માટે સૌથી વધુ જમીનનો સમાવેશ થાય છે. જેની પાછળ વસ્તી વધારો અને લોકોની ગીચ વિસ્તારોમાં રહેવાની બદલાયેલી માનસિકતા કારણભૂત છે. આ ઉપરાંત વ્યાપારી હેતુ માટે ૧૦૩૯૫૧૬ ચો.મી. જમીન તો આૈધ્યોગિક હેતુ માટે ૧૦૦૨૯૯૦ ચો.મી. જમીન બિનખેતી થઇ છે. બીજીબાજુ શૈક્ષણિક હેતુ માટે પણ જમીન બિનખેતી કરવાનું પ્રમાણ નોંધપાત્ર વધ્યું છે. જિલ્લામાં પાંચ વર્ષમાં થયેલી બિનખેતી જમીન (ચો.મી.માં)
વર્ષ રહેઠાણ આૈધ્યોગિક વ્યાપારિક અન્ય
૨૦૦૭-૦૮ ૧૭૪૯૫૦૬ ૫૦૬૨૦૫ ૯૦૮૭૯૪ ૫૯૭૮૯૪
૨૦૦૮-૦૯ ૧૯૭૮૫૮ ૫૯૧૭૦ - ૧૩૮૬૧
૨૦૦૯-૧૦ ૧૦૮૭૭૫૬ ૮૭૦૬૬ ૩૯૬૫૮ ૨૪૩૮૨
૨૦૧૦-૧૧ ૨૧૭૩૯૯૯ ૧૨૧૧૮૬ ૫૪૧૯૮ -
૨૦૧૧-૧૨ ૧૬૪૭૫૦૧ ૨૨૯૩૬૩ ૩૬૮૬૬ ૩૯૯૬૩
(અન્યમાં શૈક્ષણિક અને સખાવતી હેતુની જમીનનો સમાવેશ થાય છે)
બિનખેતી જમીનમાં દ્વારકા તાલુકો સૌથી મોખરે
દ્વારકામાં છેલ્લાં દાયકામાં હોટલ-ટુરીઝમ ક્ષેત્રનો જેટ ગતિએ વિકાસ થતાં ખેતીની જમીન બિનખેતી થવામાં આ તાલુકો મોખરે રહયો છે. ચાર વર્ષમાં જિલ્લાના અન્ય તાલુકાની સરખામણીએ દ્વારકામાં ૨૬૦૨૩૫ ચો.મી. જમીન બિનખેતી થઇ છે. િદ્વતિય ક્રમે કાલાવડ તાલુકો છે જેમાં ૧૪૦૮૬૨ ચો.મી. જમીન બિનખેતી થઇ છે. કાલાવડમાં શૈક્ષણિક અને રહેઠાણ હેતુ માટે સૌથી વધુ જમીન બિનખેતી કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર તાલુકામાં ૩૪૩૯૩, જામજોધપુર તાલુકામાં ૩૧૧૧૧, ધ્રોલ તાલુકામાં ૫૨૨૮૪, જોડિયામાં ૪૦૪૪૫, ભાણવડમાં ૧૨૯૫૦ ચો.મી. જમીન બિનખેતી થઇ હોવાનું જિલ્લા અને તાલુકા પંચાયતમાં નોંધાયું છે. કલ્યાણપુર તાલુકામાં છેલ્લાં ચાર વર્ષમાં ૮૫૯૭ ચો.મી. જમીન બિનખેતી થતાં આ તાલુકો તળીયે રહયો છે. મોટાભાગના તાલુકાઓમાં રહેઠાણ અને આૈધોગિક હેતુ માટે ખેતીની જમીનો બીન ખેતી કરવામાં આવી છે.