તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કેનેડીમાં ટ્રાન્સપોટર્સ અને ખેડૂતો વચ્ચે ચકમક ઝરી

કેનેડીમાં ટ્રાન્સપોટર્સ અને ખેડૂતો વચ્ચે ચકમક ઝરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેનેડી ગામે ખાનગી કંપનીએ માર્ગનુંં નામોનશિાન ભૂંસી નાખતા ખેડૂતો અને ટ્રાન્સપોટર્સ વચ્ચે ચકમક ઝરી હતી. આગામી દિવસોમાં મામલો ઉગ્ર બનવાની શકયતા નકારી શકાતી નથી.
કેનેડી ગામના પાદરમાં ભાટિયા તરફ જતાં ખાનગી કંપનીનો બોકસાઇટ વિસ્તાર આવેલો છે. જેમાં મોટા પાયે ખોદકામ થયું હોવાથી ત્યાંથી પસાર થવા માટેના લગભગ ૩૫૦ ખેડૂતોને લાગતા આ રસ્તાઓનું નામો-નશિાન મિટાવી દીધું છે. જેને લીધે હાલ ખરીફ પાકની સીઝન હોઇ, દરરોજ ખેતરે આવાગમન થતું હોવાથી તકલીફનો સામનો કરવો પડી રહયો છે.
ત્રીસ ફૂટ ઉંડી ખાણો વચ્ચેથી પસાર થવા સામાન્ય જગ્યા છોડી હોવાથી, લોકોને બળદગાડાં સહિત જાનમાલનો પ્રશ્ન ઉભો થયો છે. કંપની દ્વારા ફેન્સીંગ, વાડ કે કોઇ સલામતી બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી. વળી, જ આ ખાણો આવી છે, તેમાં આડેધડ બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. ખોદકામ થયા બાદ લોડીંગ વખતે ટ્રકોનો આડેધડ મોટો ખડકલો થાય છે. ૨૪ કલાક ટ્રાફિકની સમસ્યા ઉભી કરે છે કે ત્યાંથી પસાર થવા માટે ગાડાં-બળદ તો ઠીક પણ સાયકલ લઇને પસાર થઇ શકાતું નથી. વળી, રસ્તાની વચ્ચો-વચ્ચ આડેધડ પાર્ક કરાયેલા ટ્રકોને કારણે ખેડૂતોને ખાડા-ખડબા અને પાણી ભરેલાં ખાબોચિયાંમાંથી પસાર થવું પડે છે.