તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • લતીપુર પાસેથી દારૂની ૨૪ બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

લતીપુર પાસેથી દારૂની ૨૪ બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલ તાલુકાના લતીપુર પાસેથી પોલીસે ઇંગ્લીશ દારૂની ૨૪ બોટલના જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડી દારૂનો જથ્થો ઉપરાંત મોટરસાઇકલ સહિત રૂ.૪૨ હજારનો મુદામાલ કબ્જે કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસસુત્રોમાંથી પ્રાપ્ત વગિત અનુસાર ધ્રોલ તાલુકાના લતીપુર ગામ નજીક આવેલા પેટ્રોલ પમ્પ પાસે હાઇ વે રોડ પર સ્થાનિક પી.એસ.આઇ. આર.એસ. ઠાકર તથા હેડ કોન્સ. ભવાનભાઇ આહીર, પો.કોન્સ. જયંતભિાઇ, ભરતભાઇ, નિર્મળસિંહ સહિતના સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી હતી.
દરમ્યાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક મોટરસાઇકલને રોકીને તલાશી લેતા અંદરથી રૂ.૧૨ હજારની કિંમતની ઇંગ્લીશ દારૂની ૨૪ બોટલનો જથ્થો મળી આવતા પોલીસે કાદર જુમા જુણેજા અને અયુબ ગફાર જુણેજા(રે. બન્ને ગાયત્રીનગર-ધ્રોલ)ને પકડી પાડી દારૂનો જથ્થો ઉપરાંત મોટરસાઇકલ સહિત રૂ.૪૨ હજારની માલમતા કબ્જે લઇ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. આ દારૂનો જથ્થો ક્યાંથી લવાયો છે? કોને આપવાનો હતો? સહિતની બાબતનો તાગ મેળવવા પોલીસે ઝડપાયેલા શખ્સોની વિસ્તૃત પુછપરછના ચક્રો ગતિમાન કર્યા હતા.