તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભાડથર ગામે નવો જ રોડ તોડી પાઇપલાઇનો નખાતાં ફરિયાદ

ભાડથર ગામે નવો જ રોડ તોડી પાઇપલાઇનો નખાતાં ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાિળયાા તાલુકાના ભાડથર ગામે થોડા સમય અગાઉ જ બનાવાયેલા ડામર રોડને તોડી પાઇપ લાઇનો નાખવામાં આવત ભારે હાલાકીભરી સ્થિતિ સર્જાઇ છે.આ સાથે નુકશાનરૂપ મનાતી આ કામગીરી બાબતે તાકિદે યોગ્ય પગલા લેવા માટે સંબંધિત સત્તાવાળાઓને લેખિત રજુઆત પણ કરવામાં આવી છે.
ખંભાિળયા-પોરબંદર હાઇ વે પર આવેલા ભાડથર ગામે ગત વર્ષે સરકારી દવાખાનાા સુધી એક કી.મી.નો નવો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો.અ વિસ્તારમાં પાણીની લાઇનો નાખવાના બહાને અડધો અડધ ડામર માર્ગને તોડી પાડવામાં આવ્યાનું બહાર આવ્યુ છે.આ રોડ તોડી નાખવામાં આવતા વૃધ્ધો, દર્દીઓ વગેરે હોસ્પીટલે આવવા જતા માટે ભારે હાલાકીનો સામનો કરી રહયા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.આ રસ્તો ગામની અવર જવર માટે મહત્વનો બની રહેતો હોય, ઉપરાંત પાણીની પાઇપલાઇનો માટે આજુ બાજુ જગ્યા હોવા છતા ડામર રોડ તોડવામાં આવ્યો હોવાાની લેખિત આક્ષેપ સત્તાવાળાઓ સમ કરવામાં આવ્યો છે.
ભાડથર ગામમાં પાઇપલાઇનો તેમજ રસ્તા અંગેના નુકશાનકર્તા મનાતી કામગીરી સામે ગ્રામજનો વતી સરપંચની ભુમિકા સામે લેખિત આક્ષેપો કરતી અરજી જામનગર ખાતે જીલ્લા વિકાસ અધિકારી તેમજ અહીના નાયબ કાર્યપાલક ઇજનેરને કરવામાં આવી છે. રસ્તાના કારણે થયેલી બીન જરૂરી નુકશાની તથા દવાખાને આવવા જતાા માટે દર્દીઓને થતી મુશ્કેલી અંગે તાકિદે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ આ રસ્તો તાકીદે નવો બનાવવાની માંગ લેખિત પત્ર દ્વારા સત્તાવાળાઓ સમક્ષ કરવામાં આવી છે.