તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કુતિયાણાના ટેરીમાં ક્રિકેટ સટ્ટો રમતાં ચાર જબ્બે: રાજ્યવ્યાપી નેટવર્ક ખુલ્યું

કુતિયાણાના ટેરીમાં ક્રિકેટ સટ્ટો રમતાં ચાર જબ્બે: રાજ્યવ્યાપી નેટવર્ક ખુલ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણા તાલુકાના ટેરી ગામે આવેલી એક વાડીમાં ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ચાલી રહ્યું છે તેવી બાતમી લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી અને મોડી રાત્રીના દરોડો પાડÛો હતો. જેમાં ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા તેમજ સ્થળ ઉપરથી રોકડ રકમ, મોબાઈલ, ટીવી અને કાર સહિત કુલ રૂ. ૯૧, ૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડા દરમિયાન મળી આવેલી ડાયરીમાંથી રાજ્યભરના બુકીઓના નામ ખુલ્યા હતા.
કુતિયાણાના ટેરી ગામે કરશનગર શંભુગર અપારનાથીની વાડીમાં ક્રિકેટનો સટ્ટો ચાલી રહ્યો હોવાની બાતમી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. ઘનશ્યામસિંહ સરવૈયાને મળી હતી. રાત્રીના દરોડા પાડÛો એ દરમિયાન ભારત-વેસ્ટ ઈન્ડીઝના મેચ ઉપર સટ્ટો રમી રહેલા વાડી માલિક કરશનગર શંભુગર અપારનાથી, ઉપરાંત કેશોદના વજિયજતી જગદીશજતી ગાૈસ્વામી, ઉમેશગર ગુલાબગર અપારનાથી, દિલીપજતી જગદીશજતી ગાૈસ્વામી સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
આ દરોડા દરમિયાન પોલીસને રાજ્યભરના બુકીઓનું લીસ્ટ મળી આવ્યું હતું. જેમાં અમદાવાદના વીકી, સીધ્ધપુર પાટણના કમલેશ ઉફeે કે.પી. અને સુરતના ગીલી સહિતના બુકીઓ ઉપરાંત માણાવદર, કેશોદ, વંથલી સહિતના શહેરોના સટ્ટો રમતા ૪૦ જેટલા શખ્સોના નામનું લીસ્ટ મળી આવ્યું હતું. પોલીસે સ્થળ ઉપરથી રૂ. ૩૧૦૦ ની રોકડ રકમ, ૧૨ મોબાઈલ, કલર ટીવી અને મારૂતિ કાર અને બજાજ પલ્સર સહિત રૂ. ૯૧, ૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ક્રિકેટના સટ્ટામાં દરેક વખતે મોટા બુકીઓના નામ ખુલતા હોય છે. ત્યારે પોરબંદર પોલીસ ૪૦માંથી કેટલા બુકીને પકડે છે તે જોવુ રહ્યું.