તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મંત્રી બોખીરિયાની સજા મોકૂફ રાખવાની વધુ સુનાવણી ૧૬ મી એ

મંત્રી બોખીરિયાની સજા મોકૂફ રાખવાની વધુ સુનાવણી ૧૬ મી એ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂ. ૫૪ કરોડની ખનિજ ચોરીના કેસમાં પોરબંદરની ચફિ જયુડીશીયલ કોર્ટે કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા સહિત ચાર આરોપીઓને ત્રણ વર્ષની સજા અને રૂ. પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. આ ચૂકાદા સામે બોખીરીયાએ પોતાના વકિલ મારફત પોરબંદરની સેશન્સ કોર્ટમાં એક અપીલ કરી હતી તેમજ જામીન અરજી દાખલ કરી હતી. જેની વધુ સુનાવણી આજે તા. ૬ જુલાઈએ હોય બન્ને પક્ષોના વકિલોની દલીલો સાંભળ્યા બાદ આ કેસની વધુ સુનાવણી ૧૬ મી એ રાખવામાં આવી છે. આ કેસમાં અમરેલીના આર.ટી.આઈ. એકટીવીસ્ટ દિલીપ કાતરીયાને પક્ષકાર તરીકે જોડવાની કરેલી અપીલને કોર્ટે ફગાવી દીધી હતી.
બખરલા ગામની ઝીંઝરકા સીમમાંથી સૌરાષ્ટ્ર કેમીકલ્સની લીઝમાંથી રૂ. ૫૪ કરોડની ખનિજ ચોરી કરવા અંગે કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પૂર્વ સાંસદ ભરતભાઈ ઓડેદરા, પોરબંદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણ ભીમા ઓડેદરા અને ભીમા દુલા ઓડેદરા સહિત ચાર વ્યક્તિઓને પોરબંદરની ચીફ જયુડીશ્યલ કોર્ટે ૩ વર્ષની સજા અને પાંચ વર્ષનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં બાબુભાઈ બોખીરીયાએ પોરબંદરની ડસ્ટિ્રીકટ કોર્ટમાં સજા સામે સ્ટે ની માંગણી કરી હતી. જેની સુનાવણી આજે ૬ જુલાઈના રોજ હોય બન્ને પક્ષોના વકિલોની દલીલો બાદ આ કેસની સુનાવણીનો નિર્ણય હવે તા. ૧૬ મી જુલાઈએ થશે. આ કેસમાં અમરેલીના આર.ટી.આઈ. એકટીવીસ્ટ દિલીપ કાતરીયાએ પક્ષકાર તરીકે જોડવા અંગેની અરજી કરી હતી. જેની સુનાવણી પણ આજે હોય ડસ્ટિ્રીકટ જજ આઈ.બી. વાઘેલાએ આ અરજીને ફગાવી દીધી હતી. કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાની સજા મોકૂફ રાખવાની સુનાવણી આજે હોય જેને લઈને રાજકીય વર્તુળમાં ભારે ઉતેજના જોવા મળી હતી પરંતુ આજે આ અંગેની વધુ સુનાવણી તા. ૧૬ મી જુલાઈએ થશે.