તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પગાર બાબતે રત્નકલાકાર અને સંચાલક બાખડ્યા

પગાર બાબતે રત્નકલાકાર અને સંચાલક બાખડ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં શાંતાદેવી રોડ ઉપર હીરાના કારખાનામાં કામ કરતા રત્નકલાકારો વચ્ચે બોલાચાલી બાદ મારામારી સુધી વાત પહોંચતા મામલો ટાઉન પોલીસ મથક સુધી પહોંચ્યો છે. પોલીસે સામસામે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શાંતાદેવી રોડ ઉપર કડવા પટેલ વાડીની સામે ગડારા ગ્રાઉન્ડીંગમાં રહેતા સુનિલકુમાર હજારેસીંગ દરબારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, કારખાનામાં કામ કરતા પગારના નીકળતા નાણાંની કારખાનાના સંચાલક દિનેશસીંગ શિવહરખ રાજપૂતે નાણાં આપવાની ના પાડી દીધી હતી. આ ઉપરાંત તેમણે તથા અજિતસીંગ શિવપ્રતાપસીંગ રાજપૂત, સુરજસીંગ વિરેન્દ્રસીંગ રાજપૂતે પણ અપશબ્દો કહી ઢીકમુક્કીનો માર માર્યો હતો. જેથી સુનિલકુમાર દરબારે ટાઉન પોલીસ મથકમાં ઉપરોકત ત્રણે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સામે દિનેશસીંગ શિવહરખસીંગ રાજપૂતે પણ ફરિયાદ નોંધાવી છે કે, તે ગયા ડિસેમ્બરમાં પોતાના વતનમાં લગ્નપ્રસંગ હોવાથી ત્યાં હાજરી આપવા ગયો હતો. કારખાનાનો ચાર્જ સુનિલ દરબારને સોંપ્યો હતો. લગ્નપ્રસંગમાંથી પરત આવ્યા પછી કારખાનાના નીકળતા રૂ.૨૦ હજારની માગણી કરતા સુનિલકુમાર ઉશ્કેરાઈ ગયો હતો અને ઢીકમુક્કીનો માર મારતા દિનશસીંગ રાજપૂતે પણ તેના વિરુદ્ધ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.