• Gujarati News
  • પરિણીતાનું અગિ્નસ્નાન, બચાવવા જતાં અન્ય ૩ દાઝયા

પરિણીતાનું અગિ્નસ્નાન, બચાવવા જતાં અન્ય ૩ દાઝયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં પારેવડી ચોક પાસેના ખોડિયારપરામાં રહેતી દલિત પરિણીતાએ પતિ સાથેના ઝઘડાથી કંટાળી અગિ્નસ્નાન કરી લીધું હતું. પરિણીતાને બચાવવા જતા તેનો પતિ અને સાસુ સહિત અન્ય ત્રણ પણ દાઝી જતાં ચારેયને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરિણીતા અને તેની સાસુની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
પારેવડીચોક પાસેના ખોડિયારપરામાં રહેતા દલિત પરિવારના ઘરમાંથી શુક્રવારે સાંજે ચીસો સંભળાતા પાડોશીઓ દોડી ગયા હતા. અને નજર કરતા જ પરિવારના ચારેય સભ્યો આગની લપેટમાં લપેટાયેલા હતા. ટોળે વળેલા લોકોએ તાકીદે દલિત પરિવારના ચારેય સભ્યો દેવીકા મહેશભાઇ મકવાણા (ઉ.વ.૨૧), તેનો પતિ મહેશ રવજીભાઇ મકવાણા (ઉ.વ.૨૫), સાસુ અમરતબેન રવજીભાઇ (ઉ.વ.૫૦) અને માસીજીનો પુત્ર હિતેશ નટુભાઇ પરમાર (ઉ.વ.૨૩)ને હોસ્પિટલમાં ખસેડયા હતા. દેવીકા અને તેની સાસુની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી.
પોલીસ સમક્ષ દેવીકાએ જણાવ્યું હતું કે, તેનું પિયર નડિયાદ છે. અને બે વર્ષ પૂર્વે ફઇના પુત્ર મહેશ મકવાણા સાથે લગ્ન થયા હતા. અને એક વર્ષ પૂર્વે જ સાસરિયાઓ આણુ વાળીને રાજકોટ તેડી લાવ્યા હતા. લગ્નજીવન દરમિયાન સારા દિવસો નહીં આવતા તે મુદ્દે પતિ મહેશ વારંવાર ઝઘડો કરતો હતો. અને આજે શુક્રવારે પણ પતિએ ઝઘડો કરતા પોતે કંટાળીને અગિ્નસ્નાન કરી લીધું હતું. બચાવવા જતા પતિ, સાસુ અને કૌટુંબિક દિયર દાઝી ગયા હતા. જ્યારે અમરતબેન અને મહેશે પ્રાઇમસ ફાટતાં દાઝી ગયાનું રટણ રટયું હતું.ઘટનાની જાણ થતા ભાજપના અગ્રણી અનિલ મકવાણા સહિતના આગેવાનો પણ હોસ્પિટલે પહોંચી ગયા હતા. બનાવ અંગે પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી. પતિએ સંતાન મુદ્દે ઝઘડો કરતાં જ પરિણીતાએ સળગતો પ્રાઇમસ પોતાને અડાડયો
દેવિકાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, સંતાનો થતાં નહીં હોવાથી પતિ મહેશ ઝઘડો કરતો હતો. આજે પણ પોતે પ્રાઇમસ પર ચા બનાવતી હતી ત્યારે પતિ મહેશે ઝઘડો કરતા પોતે કંટાળીને પોતાના શરીર પર સળગતો પ્રાઇમસ અડાડતા જ પોતે આગની લપેટમાં આવી ગઇ હતી.
મહેશ બપોરે જ પૂનાથી આવ્યો ને હોસ્પિટલના બિછાને પહોંચ્યો
હોન્ડા કંપનીમાં નોકરી કરતો મહેશ મકવાણા ટ્રેનિંગ માટે પૂના ગયો હતો. અને શુક્રવારે બપોરે જ પૂનાથી પોતાના ઘરે આવ્યો હતો. અને ઝઘડો થતા પત્નીએ જાત જલાવી હતી. તેને બચાવવા જતા પોતે પણ દાઝયો હતો.