તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાજકોટમાં સ્વાઇન ફલૂથી વેરાવળની મહિલાનું મોત

રાજકોટમાં સ્વાઇન ફલૂથી વેરાવળની મહિલાનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયાળામાં કહેર વર્તાવનાર સ્વાઇન ફલૂએ ફરીથી ફુંફાડો માર્યો છે. વેરાવળની મહિલાનું રાજકોટ હોસ્પિટલમાં મોત નીપજતા ચકચાર મચી ગઇ હતી. રાજકોટ હોસ્પિટલમાં હજુ પણ એક દદીe દાખલ છે. જોકે તેનો રિપોર્ટ હજુ આવ્યો નહતો.
સોમનાથ-વેરાવળમાં રહેતા લકુબેન લક્ષ્મણભાઇ ચોપડા (ઉ.વ.૨૮) શરદી-તાવમાં પટકાતાં સ્થાનિક તબીબ પાસે સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ તબિયતમાં કોઇ ફર્ક નહીં પડતા તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સલુબેનને સ્વાઇન ફલૂ હોવાની શંકા તબીબોને જતાં તેને સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફલૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને સારવાર શરૂ કરવામાં આવી હતી.
પરંતુ શુક્રવારે રાત્રીના સલુબેનનું મોત નીપજયું હતું. હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલાના લોહી-કફના નમૂના લઇ પૃથકરણ અર્થો મોકલવામાં આવ્યા હતા. અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે સલુબેનને સ્વાઇન ફલૂ હોવાનું સ્પષ્ટ થયું તેની ગણતરીની મિનિટોમાં જ તેમનું મૃત્યુ થયું હતું. સ્વાઇન ફલૂગ્રસ્ત મહિલાનું મોત નીપજતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અને ફાયર બ્રિગેડ સ્ટાફે મૃતદેહને ખાસ આવરણમાં પેક કરી તેની રામનાથપરા સ્મશાન ખાતે બે ત્રણ વ્યકિતની હાજરીમાં અંંતિમવિધિ કરી હતી. સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફલૂ વોર્ડમાં એક દદીe દાખલ છે. પરંતુ તેનો રિપોર્ટ આવવાનો બાકી છે.