તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઉત્તરાખંડ માટેની કિટ રવાના ન થઇ શકી

ઉત્તરાખંડ માટેની કિટ રવાના ન થઇ શકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાખંડના પૂર પીડિતો માટે રાજકોટથી મોકલાવવામાં આવનારી રાહત સામગ્રી આજે રવાના થઇ શકી ન હતી. ડઝિાસ્ટર મેનેજમેન્ટ અને પુરવઠા વિભાગની શિથિલતાને કારણે ફરી કલેકટર તંત્ર આબરૂના ઘજાગરા ઉડ્યા હતા. વધુમાં આ કિટ રવાના નહીં થવા પાછળ કલેકટર તેમજ જિલ્લા પુરવઠા અધિકારી બન્ને દ્વારા અપાતાં કારણો અલગ અલગ પડે છે. ત્યારે ખરા સમયે જ પુરવઠા વિભાગ અને ડઝિાસ્ટર મેનેજમેન્ટ તંત્રએ ફરી ડઝિાસ્ટર સજયૉની છાપ ઉપસી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાની ૨૦૦૦ કિટ, જામનગર જિલ્લાની ૧૨૦૦ કિટ, પોરબંદરની ૧૦૦ કિટ અને જૂનાગઢ જિલ્લાની ૧૦૦૦ કિટ સહિત કુલ ૪૩૦૦ કિટ આજે ટ્રેન મારફતે રવાના કરવામાં આવનાર હતી. ઉત્તરાખંડમાં હાલ રાહતકિટની તાતી જરૂર છે ત્યારે તંત્રની ગફલતને કારણે સ્વૈિચ્છક સંસ્થાઓની રાહત પીડિતો સુધી પહોંચી શકતી નથી .કલેકટર શું કહે છે?
ઉત્તરાખંડના પીડિતો માટે કિટ આજે ટ્રેન રવાના નહીં થવા અંગે કલેકટર ડો.રાજેન્દ્રકુમારનું કહેવું છે કે‘દહેરાદુન એકસપ્રેસ એ પેસેન્જર ટ્રેન છે. જેમાં ફકત બે ટન વજન લઇ જવાની છૂટ રેલવે આપે છે. આપણી રિકવાયરમેન્ટ ૨૦૪ ટનની છે. જેનો એક ટકો પણ આ ટ્રેનમાં જઇ શકે તેમ નથી. જો રેલવે અડધો કે ચોથા ભાગનો સામાન પણ એક સાથે લઇ જવા તૈયાર થાય તો પણ અમે આ રાહત કિટ મોકલીએ. પરંતુ હવે અમદાવાદથી કોઇ દહેરાદુન જતી માલગાડીની વ્યવસ્થાનું વિચારવામાં આવી રહ્યું છે તે માટે અમે પ્રયાસો પણ કરી રહ્યા છે. ’
પુરવઠા અધિકારી શું કહે છે?
જિલ્લા પુરવઠા અધિકારી એમ કે ડામોરનું કહેવું છે કે‘રાજકોટમાંથી ૨૦૦૦ કિટ તૈયાર થઇ નથી જે માટે સ્ટાફ ઓછો પડ્યો. બધી ચીજો કિટમાં પેક કરવી પડે ત્યારે ગઇકાલે ૧૦૦ લોકોને કામે લગાડયા હતા. પરંતુ પેિંકગની કામગીરી પૂર્ણ થઇ નહીં. આ ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી આવનારી કિટ પણ આજ સુધી અત્રે મળી નથી. જેથી કિટ રવાના કરી શકાઇ નથી. ’