તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાજકોટનાં બિલ્ડર સાથે જૂનાગઢના પાંચ શખ્સોએ આચરી છેતરપીંડી

રાજકોટનાં બિલ્ડર સાથે જૂનાગઢના પાંચ શખ્સોએ આચરી છેતરપીંડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનાં એક બિલ્ડરની જૂનાગઢનાં સાબલપુરમાં આવેલી રૂપિયા પાંચ કરોડની કિંમતની જમીન હડપ કરી જવા સાબલપુરનાં જ પાંચ શખ્સોએ કાવતરું ઘડયું હતું. આ શખ્સોએ બનાવટી રેકર્ડ ઉભું કરી કોર્ટમાં દાવો પણ દાખલ કર્યો હતો. આ અંગેની જાણ થતાં બિલ્ડરે તમામ સામે જુનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટની એસ્ટ્રોન સોસાયટીમાં રહેતા અને બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા શૈલેષકુમાર નાગજીભાઇ પાનસુરીયાની આશરે પાંચેક કરોડની કિંમતની જમીન જૂનાગઢનાં સાબલપુર ગામે આવેલી છે. તેમની જમીન પર સાબલપુરનાં પાંચ શખ્સોએ નજર બગાડી હતી. તેઓએ આ ‘લગડી’ જેવી જમીન હડપ કરી લેવા ષડયંત્ર રચ્યું. અને ગેરકાયદેસર રીતે બનાવટી રેકર્ડ ઉભું કરી બાદમાં કોર્ટમાં દાવો દાખલ કર્યો. આ અંગેની જાણ શૈલેષકુમારને થતાં તેમણે યોગેન્દ્રિંસહ જયેન્દ્રસિંહ જાડેજા (રે. સાબલપુર), રામદેવ લખમણ ડાંગર (રે. સાબલપુર), શિવલાલ પટોિળયા, કિશોર આર ભટ્ટી અને કાંતિલાલ પરસોત્તમ સામે જૂનાગઢ એસપી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. આથી એસપીની સુચનાનાં આધારે તાલુકા પોલીસે પાંચેય શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. પાંચ માસ પહેલાં કર્યો દાવો
યોગેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા આણિ મંડળીએ પાંચેક માસ પહેલાં આ જમીન હડપ કરવા માટે કાગળ પરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, હાલ મામલો કોર્ટમાંથી પોલીસ સુધી પહોંચ્Ûો છે.
સમન્સ મળતાં બિલ્ડરને જાણ થઇ
પાંચેય આરોપીઓએ કોર્ટમાં દાવો દાખલ કરતાં પક્ષકાર તરીકે શૈલેષકુમારને ઘેર સમન્સ જતાં તેમને આ વાતની જાણ થઇ હતી. આથી તેમણે તપાસ કરતાં સમગ્ર ભોપાળું બહાર આવ્યું હતું.