• Gujarati News
  • જામનગર પાસે ટ્રકને આંતરી છરીની અણીએ ટ્રક ચાલકને લૂંટી લેવાયો

જામનગર પાસે ટ્રકને આંતરી છરીની અણીએ ટ્રક ચાલકને લૂંટી લેવાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર નજીક બેડી બંદર રોડ પર ટ્રકને આંતરી લઇ ત્રણ અજ્ઞાત શખ્સોએ છરીની અણીએ પોરબંદર પથકના ચાલકને લુંટી લીધો હોવાની ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે. સપ્તાહ પૂર્વેના વારદાતની ફરિયાદ મોડેથી નોંધાવાઇ છે.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પોરબંદર જિલ્લાના કુછડી ગામે રહેતો બાબુભાઇ ગલાભાઇ કોડીયાતર નામનો રબારી યુવાન ગત તા. ર૬મીના રોજ રાત્રે પોતાનો જીજે-૧૦જે-૮૬૦૯ નંબરનો ટ્રક બેડી બંદરથી ખાલી કરી પરત ફરી રહ્યો હતો ત્યારે માર્ગ પર ત્રણ શખસોએ ટ્રકને રોકાવ્યો હતો. ત્યારબાદ ત્રણેય શખસોએ છરી બતાવી, ટ્રકમાં ચડી ચાલકના ખીસ્સામાંથી મળેલી રૂ. ૬૦૦ની રોકડ અને એક મોબાઇલ ફોન લુંટી લઇ નાશી ગયા હતાં. આ ઘટના અંગે ટ્રક ચાલકે ત્રણેય અજ્ઞાત શખસો સામે આઇપીસી કલમ-૩૯૪, ૩૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના અઠવાડીયા પછી નોંધાયેલી ફરિયાદના આધારે પીએસઆઇ ડી.બી. ગોહિલ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જ્યારે આ બનાવને પગલે ટ્રકચાલકો અને વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.