તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાજસ્થાની ટ્રકચાલક ૪૪૦ થેલી સિમેન્ટ ઓળવી ગયો

રાજસ્થાની ટ્રકચાલક ૪૪૦ થેલી સિમેન્ટ ઓળવી ગયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા તાલુકાના કોવાયા ગામેથી એક રાજસ્થાની શખ્સ આયસર ટ્રકમાં રૂ. ૭૫ હજારની કિંમતની ૪૪૦ થેલી સિમેન્ટ ભરી રાજકોટના ગોડાઉનમાં ખાલી કરવા માટે નિકળ્યા બાદ અમરેલી-કુંડલા રોડ પર ટ્રક રેઢો મુકી સિમેન્ટનો જથ્થો બારોબાર વેચી મારી નાસી જતા આ બારામાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
આ ઘટના રાજુલાના કોવાયા ગામે ગત ૨૬મી તારીખે બની હતી. અહિઁના પ્રવિણભાઇ નાથાભાઇ પરમારે આયસર ટ્રક નં. જી જે ૧ સીવી ૮૬૪૦માં રાજસ્થાનના જેનીશખા હનીફખા નામના શખ્સને ૪૪૦ થેલી સિમેન્ટ ભરી આપી હતી. કોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાંથી આ જથ્થો રાજુલાના કંપનીના ગોડાઉનમાં પહોંચાડવાનો હતો. પરંતુ ટ્રકનો આ ડ્રાઇવર સિમેન્ટનો જથ્થો પહોંચાડવાના બદલે બારોબાર ઓળવી ગયો હતો.
ટ્રક ચાલકે રૂ. ૭૪૧૪૫ની કિંમતની આ સિમેન્ટ ઓળવી લીધી હતી અને ટ્રકને સાવરકુંડલા-અમરેલી રોડ પર રેઢો મુકી દીધો હતો. નિયત સ્થળે સિમેન્ટ નહી પહોંચતા તપાસ દરમીયાન અહિઁથી ટ્રક રેઢો મળી આવ્યો હતો. જેને પગલે પ્રવિણભાઇ પરમારે આ બારામાં મરીન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પીએસઆઇ ડી.વી. તડવી બનાવની વધુ તપાસ ચલાવી રહ્યા છે.