• Gujarati News
  • લાઠીમાં આરોપી પકડવા ગયેલા કોન્સ્ટેબલ પર ત્રણનો હુમલો

લાઠીમાં આરોપી પકડવા ગયેલા કોન્સ્ટેબલ પર ત્રણનો હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઠીના એક કોન્સ્ટેબલ ગઇકાલે મારામારીના કેસમાં સંડોવાયેલ આહિર શખ્સની ધરપકડ કરવા ગયા હતા ત્યારે આ આહિર શખ્સ સહિત ત્રણ શખ્સોએ તેને માર મારી ફરજમાં રૂકાવટ કરતા ત્રણેય સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
અમરેલી જીલ્લામાં બે દિવસની અંદર પોલીસ કર્મચારી પર હુમલાની બીજી ઘટના બનવા પામી છે. ગઇકાલે સાવરકુંડલામાં પોલીસકર્મી પર રીક્ષા ચાલકે હુમલો કર્યા બાદ હવે આરોપી પકડવા ગયેલા પોલીસકર્મી પર હુમલાની ઘટના લાઠીમાં બની છે. લાઠીના કોન્સ્ટેબલ જગદશભિાઇ બાબુભાઇ રામાણી ગઇકાલે મારામારીના કેસના આરોપી સંજય ઉફેઁ ડોન બાઘુ આહિર (ઉ.વ. ૨૬)ને પકડવા માટે ગયા હતાં.
આ સમયે સંજય આહિરે બુમાબુમ કરી મુકતા વશરામ ભીમા હુમલ અને રોમીલ ભરત લાડોલા નામના શખ્સો ત્યાં ધસી આવ્યા હતાં. ત્રણેય શખ્સોએ કોન્સ્ટેબલ સાથે જપાજપી કરી માર મારી ફરજમાં રૂકાવટ
કરી હતી.
આ સમયે સંજય ઝડપાઇ ગયો હતો જ્યારે બાકીના બન્ને શખ્સોન્ ાાસી છુટયા હતાં. લાઠી પોલીસે આ બારામાં ત્રણેય શખ્સો સામે ગુનો નોંધ્યો છે. યુવક પર હુમલો કરી મારમાર્યો હતો
લાઠીના સંજય ઉફેઁ ડોન બાબુ નામના આ આહિર શખ્સે ગઇકાલે અહિઁના કરશનભાઇ ઉફેઁ ભુપતભાઇ પુંજાભાઇ આહિર પર જમીન કેમ પચાવી પાડી તેમ કહી હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ કેસમાં ધરપકડ કરવા જતા તેણે કોન્સ્ટેબલ પર પણ હુમલો કર્યો હતો.