તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂઝ ઇનબોકસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદના શિવભકતો અમરનાથ જવા રવાના
હળવદ& ઉત્તરાખંડમાં હજારો લોકોના કુદરતી પ્રકોપમાં મોત થયા છે.પણ યાત્રાધામોમાં જઇ ભગવાનના દર્શન કરવા માટે ભકતોનો ઉત્સાહ આજેય પણ જળવાઇ રહ્યો છે.હળવદ બ્રાહ્નણોની નગરી અને છોટાકાશી તરીકે ઓળખાય છે આથી હળવદના શિવભકતોની શ્રદ્ધા અડીખમ છે. હળવદ પંથકના ૪૦ જેટલા વડીલો ગુરુવારે સવારે હળવદના શરણેશ્ચર મહાદેવના દર્શન કરી અમરનાથ જવા રવાના થયા હતા.

વેલાળા(ધ્રા) ગામે ખેતર ખેડવા બાબતે મારામારી
મૂળી&મૂળીના વેલાળા(ધ્રા) ગામે સર્વે નં. ૨૦૧માં હીરાબેન નાગરભાઈ રાઠોડ પોતાના ખેતરમાં કામ કરી રહ્યાં હતાં. ત્યારે ગામના જ શૈલેષભાઈ જીવાભાઈ ડાભી, સંજયભાઈ જીવાભાઈ, વિષ્ણુભાઈ જીવાભાઈ, લક્ષ્મણભાઈ ટપુભાઈ કોળી, ગોપાલભાઈ સવસીભાઈ, ગણેશભાઈ ધીરાભાઈ, સુરેશભાઈ અમરશીભાઈ બધા ભેગા મળી ટ્રેકટરને સર્વે નં. ૨૦૧માં હંકારવા લાગ્યા હતાં. આથી હીરાબેને તેમણે ના પાડતા જાતિ અંગે અપમાનીત કરી અપમાનજનક શબ્દો બોલી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી લાફો મારી પાડી દીધા હતાં. આથી હીરાબેને આ બનાવ અંગે મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ ડીવાય.એસ.પી. એ.બી.ઝાલા ચલાવી રહ્યાં છે.

વણોદમાં વિના મૂલ્યે નિદાન કેમ્પ યોજાશે
સુરેન્દ્રનગર&સી.એચ.સી.,એન.સી.ડી.કિલનિક પાટડી દ્વારા તા. ૮ જુલાઈને સોમવારે સવાર ૧૦થી ૧ કલાકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વણોદ ખાતે વિના મુલ્યે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં વિવિધ રોગોના દર્દીઓને તપાસીને એક માસની દવા વિના મૂલ્યે આપવામાં આવશે. આ નિદાન કેમ્પમાં મેડીકલ ઓફિસર ડો.આરીફ મેમણ, સી.એચ.સી.કિલનિક, પાટડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વણોદના સ્ટાફગણ સેવાઓ આપશે.

વઢવાણમાં ૬૩૫ વૃક્ષોનું વાવેતર અને જતનનો સંકલ્પ
વઢવાણ& વઢવાણની એમ.યુ.શેઠ ગલ્ર્સ હાઇસ્કૂલની વિધ્યાર્થિનીઓએ બોડા તળાવ નર્સરીની મુલાકાત લીધી હતી. જેમાં ૬૩૫ વક્ષો મેળવી તેના વાવેતર, જતન કરવાના સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે પ્રથમ વૃક્ષ માટે શહીદ રાજસ્થાની મહિલા અમૃતાદેવીને યાદ કરી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.