તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જામનગરમાં ઝમાઝમ સવા ઇંચ

જામનગરમાં ઝમાઝમ સવા ઇંચ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં ગુરૂવારે દિવસભર ભારેે મેધાવી માહોલ બાદ શુક્રવારે સવારે મેધરાજાએ ધમાકેદાર પુન: પધરામણી કરતા સવારે બે કલાકમાં જ સવા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.શહેરના કેટલાક નિચાણવાળા વિસ્તારો ફરી પાણી પાણી થયા હતા.
જામનગરમાં ગુરૂવારે સવારે વાતાવરણમાં પલટા સાથે સવારથી આભમાં કાળા ડીંબાગ વાદળોએ સામ્રાજ્ય જમાવ્યુ હતુ.જોકે,આખો દિવસ છવાયેલા રહેલા વાદળોએ માત્ર ઝરમર છાંટા જ વરસાવ્યા હતા.દરમ્યાન આજે સવારે સાડા સાત વાગ્યાના સુમારે શરૂ થયેલા વરસાદે સાડા નવ વાગ્યા સુધીમાં લગભગ સવા ઇંચ જેટલુ પાણી વરસાવ્યુ હતુ.
શહેરમાં સવારે શરૂ થયેલા વરસાદના પગલે શાળાએ જતા બાળકો પણ ભીંજાયા હતા. જ્યારે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.શહેરના કેટલાક નિચાણવાળા િવસ્તારો પણ પાણી પાણી થયા હતા.શહેરના રણજીતનગર વિસ્તાર પાસે ટ્રાન્સફોર્મરમાં ઘડાકા થતા કેટલોક સમય વજિ પુરવઠો પણ ખોરવાયો હતો.જામનગરમાં સવારે ધીમીધારે શરૂ થયેલા વરસાદે બાદમાં જોર પકડતા કેટલાક શહેરીજનોએ પણ સવારમાં વરસાદમાં નહાવાની પણ મોજ માણી હતી.શહેરમાં પવન સાથે વરસાદના પગલે કેટલાક સ્થળોએ વૃક્ષોની ડાળી પણ જમીનદોસ્ત થઇ જવા પામી હોવાનું જાણવા મળ્યુ છે.