તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અપના બજારમાં ઓફિસ અને બે ગોડાઉનનાં તાળાં તૂટયાં

અપના બજારમાં ઓફિસ અને બે ગોડાઉનનાં તાળાં તૂટયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોટ્સફિલ રોડ પર આવેલી એસએમસીની બિલ્ડિંગમાં બુધવારે રાત્રે પ્રવેશેલા ચોરે પહેલા માળે આવેલી વકીલ અને સીએ પિતા-પુત્રની ઓફિસની ગ્રીલનું તાળું તોડી ૪પ હજારની રોકડની ચોરી કરી હતી તથા આજુબાજુના બે કલરના ગોડાઉનનાં પણ તાળાં તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
સલાબતપુરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કતારગામની હરહિર સોસાયટી વિભાગ-૧માં રહેતા ઉત્તમરાવ ગાંધી સીએ છે તથા તેમના પુત્ર વજિયભાઈ વકીલાત કરે છે. બંને કોટ્સફિલ રોડ પર આવેલી એસએમસીની બિલ્ડિંગ અપના બજાર ખાતે પહેલા માળે દુકાન નંબર-૧૯માં ઓફિસ ધરાવે છે. બુધવારે સાંજે ૪.૦૦ વાગ્યાના અરસામાં વજિયભાઈ ઓફિસ બંધ કરીને ગયા હતા અને બીજા દિવસે ગુરુવારે સવારે ૧૧.૦૦ કલાકે ઓફિસે જતાં ત્યાં ઓફિસ ખુલ્લી જણાઈ હતી. તપાસ કરતા બચતના રોકડા રૂ. ૪પ હજારની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. આ અંંગે તેમણે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ કરતા પીએસઆઈ રાઠવાને તપાસ સોંપાઈ હતી.