તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બે માજી કર્મચારી ૨૩ સીસી કેમેરા ઉઠાવી ગયા

બે માજી કર્મચારી ૨૩ સીસી કેમેરા ઉઠાવી ગયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રÃગરોડ રીવા હાઉસ બાજુમાં આવેલી ગોલ્ડન ચેનલ નામની ઓફિસ-ગોડાઉનમાંથી ત્યાં કામ કરતા બે કર્મચારીઓ જ છ મહીના પહેલા ૨૩ સીસી ટીવી કેમેરા, ૧૧ ડીવીઆર તથા ૩ હાર્ડડીસ્ક મળી કુલે ૭૮,૫૧૦ની મત્તા ચોરી કરી લઈ ગયા હતાં. આ બનાવ અંગે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ઘોડદોડ રોડ પર શ્રીરામચોક ખાતે રહેતા દેવેન્દ્ર પ્રવિણચંદ્ર માંડવીવાલા (૪૫) રÃગરોડ પર ઉધના દરવાજા પાસે આવેલી રીવાહાઉસની બાજુમાં ગોલ્ડન ચેનલ નામની ઓફીસ અને ગોડાઉન ધરાવે છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ તારીખ ૨ જુલાઈના છ માસ પહેલાના સમયે તેમને ત્યાં નોકરી કરતા અમીત બીરબલભાઈ કુંવર (૨૪) (રહે-વરાછા, હીરાબાગ, અંબીકા એપાર્ટ.) તથા સચીન તુકારામ પાટીલ (૧૯) (રહે-શ્રીરામ કુટીર સોસા. ચીકુવાડી, પાંડેસરા) બંનેએ એકબીજાની મદદગારીમાં ઓફીસમાંથી સીસી ટીવી કેમેરા કુલ નંગ-૨૩ કિંમત રૂપિયા ૪૩,૭૦૦ તથા ડીવીઆર ૧૧ નંગ કÃમત રૂપિયા ૨૫૦૧૦ તથા હાર્ડડીસ્ક ૩ મળી કુલે રૂપિયા ૮૭૫૧૦ ના મત્તાની ચોરી કરી લઈ ગયા હતાં. આ ફરિયાદને આધારે સલાબતપુરા પોલીસ મથકના પીએસઆઈ એસ.એમ.ચરપોટે તપાસ હાથધરી છે.