• Gujarati News
  • મનપાના આવાસના હપ્તા ન ભરતા ૪૦૦ આસામીઓને નોટિસ

મનપાના આવાસના હપ્તા ન ભરતા ૪૦૦ આસામીઓને નોટિસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ૧૫૦ ફૂટ િંરગરોડ ઉપર મનપા દ્વારા બનાવવામાં આવેલી આવાસ યોજના તેમજ અન્ય વિસ્તારોમાં આવેલ જૂની આવાસ યોજનાઓમાં રહેતા લાભાર્થીઓ દ્વારા પોતાના જ કવાર્ટરના હપ્તા વર્ષોથી ભરવામાં આવતા ન હોય કવાર્ટરના બાકી હપ્તા વસૂલ કરવા માટે તંત્ર દ્વારા ૪૦૦ આસામીઓને નોટિસ ફટકારી હોવાનું જાણવા મળે છે.
અલગ અલગ વિસ્તારોમાં બનેલી આવાસ યોજનામાં અનેક આસામીઓ હપ્તા ભયૉ ન હોવાથી આવાસ યોજના વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. હાલમાં, આવાસ યોજનાના ૪૦૦ જેટલા લાભાર્થીઓને કવાર્ટરના બાકી હપ્તા ભરવા માટે નોટિસો આપવામાં આવી છે. જો લાભાર્થીઓ દ્વારા નિયત સમયમાં ચડત હપ્તા ભરવામાં નહીં આવે તો આવાસ યોજના વિભાગ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવશે.
એક તરફથી તંત્ર કડક પગલાની ચેતવણી આપે છે. પરંતુ લાંબા સમય સુધી હપ્તા ન મળે છતાં કોઇ પગલા કેમ નથી લેવાતા તેનો ઉત્તર કોઇ આપી શકતુ નથી.
જો કે, મોટાભાગના વિસ્તારમાં બનેલી આવાસ યોજનામાં એક પણ આવાસની ચકાસણી કરી નથી. જો તંત્ર દ્વારા અપાયેલા આવાસની ચકાસણી કરવામાં આવે તો ઘણા િંછડાં બહાર આવે. જેમ કે, આસામીને લાગેલું કવાર્ટર ભાડે દેવાય છે કે નહીં ? બારોબાર વેચી નાખે છે કે નહીં ? વગેરે મુદ્દાઓ તપાસનો વિષય છે.