તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભોમેશ્ર્વરમાં ભરવાડ મુસ્લિમ વચ્ચે સશસ્ત્ર મારામારી: તંગદીલી

ભોમેશ્ર્વરમાં ભરવાડ-મુસ્લિમ વચ્ચે સશસ્ત્ર મારામારી: તંગદીલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોમેશ્ર્વર વિસ્તારમાં સાંજે ક્રિકેટ રમવા મુદ્દે છોકરાઓ વચ્ચે થયેલો ડખ્ખો રાત્રે વકર્યો હતો. સામાન્ય પ્રકરણમાં ભરવાડ અને મુસ્લિમ જૂથ ઘાતક શસ્ત્ર સાથે સામસામે આવી જતાં તંગદીલી ફેલાઇ ગઇ હતી. હુમલામાં ત્રણેક વ્યકિત ઘવાયાના અહેવાલ છે. બનાવની જાણ થતાં પોલીસે સ્થળ દોડી જઇ મામલો કાબુમાં લઇ લીધો હતો.
પ્રાપ્ત વગિત મુજબ ભોમેશ્ર્વરમાં રાત્રે ભરવાડ અને મુસ્લિમ જૂથના સભ્યો તલવાર, ધોકા, પાઇપ જેવા શસ્ત્રો સાથે મારામારી કરી રહ્યાની જાગૃત નાગરીકે પોલીસને ફોનથી જાણ કરી હતી. કન્ટ્રોલ ઇન્ચાર્જ વશિષ્ઠભાઇ રાવલે ગાંધીગ્રામ પોલીસને સ્થળ પર પહોંચવાની સુચના આપતા પીઆઇ જયદીપ સિંહ સરવૈયા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ પહોંચી જતાં મારામારી કરી રહેલા બન્ને જુથના સભ્યો ભાગી ગયા હતા. સ્થળ પર મળી આવેલા રસીદાબેન મુનાફભાઇ જુનેજાએ પોલીસને જણાવ્યું હતું. કે ક્રિકેટના ડખ્ખામાં રાયધન કાળુભાઇ ભરવાડ અને ભરત કાળુભાઇ સહિત ૮ થી ૧૦ શખ્સોએ ઘાતક શસ્ત્રોથી પુત્ર સમિર સહિતના ભરવાડના સભ્યો ઉપર હુમલો કર્યો હતો. સામાપક્ષે રાયધન કાળુભાઇ ધોળકીયાએ પણ સમીર જુનેજા સહિતના શખ્સોએ ઘાતક શસ્ત્રોની હુમલો કર્યાનુ જણાવ્યું હતું. પોલીસે બન્ને ફરિયાદ પરથી જુથ અથડામણનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પરિસ્થિતિ એવી હતી કે પોલીસને પહોંચવામાં મોડુ થયુ હોત તો એકા’દ વ્યકિતની લોથ ઢળી ગઇ હોત. અઘટીત બનાવ ટાળવા ભોમેશ્ર્વરમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.