તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ડાયમંડ કંપની ડી નીતીનમાં પ્રચંડ આગ, ૮ કારીગર ફસાયા

ડાયમંડ કંપની ડી-નીતીનમાં પ્રચંડ આગ, ૮ કારીગર ફસાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એ.કે.રોડના પટેલનગર પાસે આવેલી ડાયમંડ કંપની ડી-નીતીન એન્ડ કંપનીમાં રાત્રિના સુમારે ત્રીજા માળે હીટિંગ પ્રોસેસ યુનિટમાં ઓવર હીટંગને લીધે આગ લાગી હતી. ઈલેકટ્રીક સગળી સાથે વાયરિંગ સળગવા માંડતા આગ ત્રીજા માળેથી ચોથા માળ સુધી ફેલાઈ હતી. ફાયરબ્રિગેડનો કાફલો સ્થળ પર પહોંચી જઈ હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી પાણીનો મારો ચલાવતા આગ ગણતરીની મિનીટોમાં કાબુમાં આવી ગઈ હતી.જોકે આગને લીધે રૂમ બંધ કરી બેસી રહેલા આઠ કારીગરોને લાશ્કરોએ બહાર કાઢી ઉગારી લીધા હતા.
ફાયરબ્રિગેડ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વરાછાના એ.કે.રોડ પર પટેલનગર પાસે પ્લોટ નંબર-૭૮ ખાતે આવેલી દામજી મુળજી કાકડિયા અને સુનીલ કાકડિયાની માલિકીની ડી-નીતીન એન્ડ કંપનીમાં ગુરુવારના રોજ રાત્રિના ૮.૧૫ વાગ્યાના સુમારે ત્રીજા માળના હીરા બોઈલ કરવા માટેના હીટિંગ પ્રોસેસ યુનિટમાં આગ લાગી હતી. આ યુનિટની સગડીમાં આગ લાગીને વાયરિંગમાં પકડી લેતા હીટર, સગડી સળગી ઊઠી હતી. ડાયમંડ કંપનીની બહારની તરફથી આગ ત્રીજા માળેથી ચોથા માળે ફેલાઈ હતી. ચોથામાળે ફનિgચર અને વેસ્ટેજ પણ સળગતા ભારે ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા હતાં. આગ-ધુમાડાને લીધે ડાયમંડ કંપનીમાં ડર ફેલાઈ ગયો હતો અને કર્મચારીઓને તુરંત નીચે ઉતારી દેવાયા હતા અને આગની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ડિવઝિનલ ઓફિસર આર.એમ.ગામીત, ફાયરઓફિસ રાજપુત, શ્રૃિષ્ઠ ધોબી, દોિઢયા, સ્થળ પર પહોંચી ગયા હતા, ડાયમંડ કંપનીમાં આગ હોઈ સીએફઓ પંકજ પટેલ તથા ડે.સીએફઓ આચાર્ય પણ સ્થળ પર પહોંચી ગયા હતાં. ચાર ફાયરફાયટર, ત્રણ ટેન્કર અને હાઈડ્રોલીક ક્રેન લઈને ફાયર કાફલા દ્વારા ત્રીજા અને ચોથા માળે પાણીનો મારો ચલાવાતા ૨૦ મિનિટમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
નુકસાન થયું હોવાનું જણાયું નથી
^ આગની ઘટનામાં ડાયમંડ કંપની તરફથી કોઈ નુકસાનની ફરિયાદ થઈ નથી. હીરા વેરવખિેર થવાથી નુકસાન થયું હોવાનુ જણાયું નથી. ત્રીજા માળે આગ લાગ્યા બાદ ચોથા માળ સુધી ગઈ હતી. લેસરની ઓફીસમાં આગ લાગી હતી પરંતુ રોકડ કે હીરામાં નુકસાની થઈ નથી. ’ ટી.કે.પટેલ, પીઆઈ, વરાછા પો.સ્ટે.
પાંચમા માળે નાનુ એવું ડોમ સળગ્યું હતું
^ આગમાં કોઈ જાતનુ નુકસાન નથી. પાંચમાં માળે નાનુ એવું જમવા માટે બેસવાનું ડોમ બનાવ્યું હતું. તે સળગ્યુ છે ત્યાં પાણીની મોટર મૂકી હતી તેમાં આગ હતી આગ સામાન્ય છે.’ દામજીભાઈ કાકળીયા, ડી-નીતીન એન્ડ કંપની