• Gujarati News
  • ડીસીપીના પીએની આગોતરા અરજી રદ,ગમે ત્યારે ધરપકડ

ડીસીપીના પીએની આગોતરા અરજી રદ,ગમે ત્યારે ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉચ્ચ અધિકારીના લેટરહેડનો દુરૂપયોગ કરવાના ગુનામાં નાયબ પોલીસ કમિશનરના અંગત મદદનીશ (પી.એ.) સુરસિંહ લક્ષ્મણસિંહ યાદવે જામીનલાયક ગુનો હોવા છતાં આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે નામંજૂર કરી હતી. કેસની વગિત મુજબ શિલ્પા જવેલર્સવાળા પ્રભુદાસભાઇ પારેખ વોડાફોન કંપનીનું સીમકાર્ડનો ઉપયોગ કરે છે. પ્રભુદાસભાઇએ મોબાઇલ નંબર પ્રાઇવેટ કરાવવા માટે નિયમ મુજબ પોલીસ અધિકારીનું નો ઓબ્જેકશન સિર્ટફિકેટ મેળવવા કમિશનર કચેરીએ ગયા હતા. ત્યાં નાયબ પોલીસ કમિશનર એચ.આર.ચૌધરીના પી.એ. સુરસિંહ યાદવે નો ઓબ્જેકશન સિર્ટફિકેટ ઉપર નાયબ પોલીસ કમશિરના બોગસ સહી,સિક્કા કરી આપ્યા હતા. ભાંડો ફૂટી જતાં તપાસના અંતે યાદવ સામે રાજ્ય સેવકના હોદ્દાનો દુરૂપયોગ અને બોગસ સહી,સિક્કા કરી બોગસ દસ્તાવેજ ઊભા કરવા અંગે વિધિવત ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો.
ઉપરોકત ગુનામાં યાદવ લાંબા સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. એટલુ જ નહી તેઓ અન્યત્ર રહેવા ચાલ્યા ગયાનું ખુલ્યું હતું. દરમિયાન તેની સામે લગાવાયેલા આરોપ જામીનલાયક હોવા છતાં તેણે પોતાના વકીલ મારફત આગોતરા જામીન મેળવવા અરજી કરતાં આશ્ર્વર્ય સર્જાયું હતું. આગોતરા અરજી સામે જિલ્લા સરકારી વકીલ મહેશભાઇ જોષીએ એવી રજૂઆત કરી હતી કે અરજદાર સામે જામીનલાયક ગુનો હોવાથી આગોતરા અરજી ટકવા પાત્ર નથી.