તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રામનાથપરા બ્રજિ પહોળો કરવામાં નડતરરૂપ દબાણ તોડવામાં ડખો

રામનાથપરા બ્રજિ પહોળો કરવામાં નડતરરૂપ દબાણ તોડવામાં ડખો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના રામપાથપરા મંદિર પાસે બેઠો પુલ પહોળો કરવા વોંકળા કાંઠે ગેરકાયદે દબાણ તોડવા ગયેલી મનપાની ટીમને કોંગ્રેસના જ અલગ અલગ બે જૂથની ભલામણ વચ્ચે પીસાવું પડયું હતું. આ વોર્ડના કોંગી કોર્પોરેટરોની રજૂઆતના પગલે મનપાની ટીપી શાખાની ટીમ ડિમોલશિન કરવા ગઇ હતી ત્યારે બીજી જ મિનિટે કોંગી સાંસદ કુંવરજીભાઇએ ડિમોલશિન ન કરવા ફોન ધણધણાવ્યો. જો કે કોંગી સાંસદની શેહશરમ રાખ્યા વગર ગેરકાયદે દબાણનો કડૂસલો બોલાવી દેવાયો હતો.
રાજકોટમાં હાલ ગેરકાયદે દબાણના મામલે એક જ પક્ષમાંથી એક ડિમોલશિન કરવાની અને બીજી તરફ ઓથ આપવાના સિલસિલામાં ગોપવંદના સોસાયટીના પ્રકરણમાં મેયર અને ડેપ્યુટી મેયરની વિરોધાભાષી ભલામણના કિસ્સા બાદ હવે કોંગ્રેસમાં પણ આવો દાખલો બેઠો છે. રામનાથપરા મંદિરનો બેઠો પુલ પહોળો કરી બન્ને બાજુએ ફેનિં્સગ કરવા આ વિસ્તારના કોંગી કોર્પોરેટરો છેલ્લા એક વર્ષથી રજૂઆતો કરે છે. બજેટમાં પણ આ કામની જોગવાઇ કરવામાં
આવી છે.
પુલ પહોળો કરવા નડતરરૂપ દબાણમાં બશીર કરીમ કુરેશી દ્વારા બનાવાયેલો ૧૪૦ ચો.મી.નો છાપરાવાળો એક રૂમ તથા બાલદાસ ભૂપત દાણીધારિયા નામના શખ્સે ૨પ ચો.મી. જમીનમાં બનાવેલું બાથરૂમ તોડવા માટે સેન્ટ્રલ ઝોનના એટીપી પરેશ અિઢયા, કુંતેશ મહેતા, તુષારભાઇ લીંબડિયા સહિતનો સ્ટાફ ડિમોલશિન કરવા ગયો હતો. એ સમયે કોંગી સાંસદ કુંવરજી બાવિળયા તરફથી ડિમોલશિન ન કરવાની ભલામણનો મારો થયો હતો. જો કે ટીપી શાખાએ ભલામણની શેહશરમ રાખ્યા વગર દબાણનો કડૂસલો બોલાવી દીધો હતો.પુલની પહોળાઇ ૩ મીટરમાંથી વધારીને
૬ મીટર થશે
હાલ પુલની પહોળાઇ ૩ મીટરની છે. આજી નદીમાં પૂર આવે ત્યારે પુલ પરથી નીકળવાનું જોખમરૂપ બની જાય છે. પુલને ઊંચો અન પહોળો બનાવવાનો પ્રોજેકટ મનપાએ હાથ ધર્યો છે. પહોળાઇ ૩ મીટરમાંથી વધારીને બમણી ૬ મીટર કરી બન્ને બાજુ ચેઇનલીંક કરવામાં આવશે.