તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાજકોટમાં દિવસભર ઝરમર ઝરમર વરસાદ

રાજકોટમાં દિવસભર ઝરમર-ઝરમર વરસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક પખવાડિયાના વિરામ બાદ મેઘરાજાએ ફરી એક વખત આગમન કર્યું છે. રાજકોટ શહેરમાં આજે આખો દિવસ ભારે મેઘાડંબર રહ્યો હતો. દિવસ દરમિયાન સતત હળવા છાંટા વરસ્યા હતા. જોકે ધોધમાર વરસાદની રાજકોટવાસીઓની આશા ફિળભુત થઇ ન હતી. રાજકોટ જિલ્લામાં સવારથી જ વાદળો છવાયા હતા. જો કે, વરસાદ માત્ર ઝરમર-ઝરમર જ વરસ્યો હતો. એકમાત્ર વાંકાનેર પંથકમાં પોણો ઈંચ પાણી પડી ગયું હતું. અન્યત્ર માત્ર ઝાપટાં અને છાંટા પડ્યા હતા.
જિલ્લામાં પણ સર્વત્ર મેઘાવી માહોલ રહ્યો હતો. વાંકાનેરથી મળતા અહવાલ મુજબ ગુરુવાર સવારથી જ આકાશમાં વાદળો છવાયા હતા પરંતુ મોડી સાંજ સુધીમાં માત્ર ૧૮ મીમી જ પાણી પડયું હતું. વીછિંયા અને આસપાસના વિસ્તારોમાં ગુરુવાર વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાથી ઝરમર-ઝરમર વરસાદ શરૂ થયો હતો અને બપોર સુધીમાં માત્ર ૮ મીમી વરસાદ જ નોાંધાયો હતો. ગોંડલમાં સવારથી જ સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. અને મોડી સાંજ સુધી હળવા ભારે ઝાપટાં પડ્યા હતા.
મોરબીમાં પણ સવારે ૯ વાગ્યાથી વરસાદ વરસવાનું શરૂ થયું હતું અને મોડી સાંજ સુધીમાં ૧૪ મીમી વરસાદ વરસી ગયો હતો. માિળયા(મી.) અને ગ્રામ્ય પંથકમાં ૧૦ મીમી વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લામાં ધોરાજી, જેતપુર અને ઉપલેટા પંથકને બાદ કરતાં સર્વત્ર વરસાદ પડતાં ખાસ કરીને કપાસના પાકને એક સપ્તાહનું જીવતદાન મળી ગયું છે. હજુ પણ આકાશમાં વાદળો છવાયેલા છે અને ૫મી જુલાઈથી ભારેથી અતભિારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે શુક્રવારથી મેઘરાજા દે ધનાધન શરૂ કરે તેવી લોકોને આશા છે.
મોરબી અને વાંકાનેરમાં અડધા ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો અને જયાં વરસાદ પડ્યો હતો તે શહેરોમાં વીજળી ગુલ થવાની ફરિયાદો ઊઠી હતી. આ વખતે પણ રાજકોટ જિલ્લામાં અનેક વીજ ફિડરો વરસાદ પડતાની સાથે જ બંધ થઇ ગયા હતા.