તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પાટડીના ઉપવાસ આંદોલનમાં બે મહિલાની તબિયત લથડી

પાટડીના ઉપવાસ આંદોલનમાં બે મહિલાની તબિયત લથડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાટડી
પાટડીમાં નગરપાલિકામાં વિવિધ પડતર પ્રશ્નો અને નોકરીમાં કાયમી કરાવવાના મુદ્દે સફાઇ કામદારોને અન્યાય થયો છે ત્યારે છેલ્લા ચાર દિવસથી નગરપાલિકા સામે બાંયો ચઢાવી ભૂખ હડતાળ પર બેઠા હતા. ૨૪ સફાઇ કામદારોમાંથી બે મહિલાઓની તબિયત લથડતા ૧૦૮ વાનને બોલાવવી પડી હતી.
પાટડી નગરપાલિકામાં ૨૪ જેટલા સફાઇ કામદારોની વર્ષો જૂના પડતર પ્રશ્નો અને નોકરીમાં કાયમી કરવાના મુદ્દા સહિત વિવિધ પડતર માગણીઓ કરી હતી.જ્યારે પાટડી નગરપાલિકા સામે બાંયો ચઢાવી છેલ્લા ચાર દિવસથી પાટડી મામલતદાર કચેરી બહાર અચોક્કસ મુદતની હડતાળ પર બેઠા હતા. આથી નગરપાલિકાના તમામ સભ્યોની તાકિદની બેઠક બોલાવી ઠરાવ કરી પાલિકાના તમામ ૨૪ સફાઇ કામદારોને નોકરીમાં બરખાસ્ત કરવાનો લેખિત હુકમ કર્યો હતો. ત્યારે ગુરુવારે હડતાળ પર બેઠેલા ૨૪ સફાઇ
કામદારોમાંથી બે મહિલાઓની તબિયત લથડતા હડતાળના સ્થળે ૧૦૮ વાન બોલાવવાની ફરજ પડી હતી.
આ અંગે ભૂખ હડતાળની આગેવાની લેનાર પી.જી.પરમારે જણાવ્યું કે, આ ૨૪ સફાઇ કામદારોની સમસ્યાનો હલ નહીં આવે તો ઝાલાવાડની તમામ નગરપાલિકાઓના સફાઇ કામદારોને સાથે રાખી આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.