તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂઝ ઇનબોકસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માસૂમ બાળકને ઇલે. શોક લાગ્યો
વોરાવાડ ખાતે રહેતાં મહંમદ રજાક દાઉદ જૂણેજા નામના ૧ વર્ષનો માસુમ બાળક રમતો હતો, ત્યારે પાણીની ચાલુ મોટરને રમતા-રમતા અડકી જતાં તેને ઇલેકટ્રીક શોક લાગતાં તેને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
કાતડામાં રૂ.૯.૯૫ લાખના ખર્ચે ભૂગર્ભ ગટરનું નિમૉણ
ધ્રોલ : તાલુકાના કાતડામાં રૂ.૯.૯૫ લાખના ખર્ચે ભૂગર્ભ ગટરનું નિમૉણ કરવામાં આવ્યું છે. જેમાં રૂ.૯.૬૧ લાખ સંપૂર્ણ સ્વચ્છતા અભિયાનની ગ્રાન્ટ તથા રૂ.૩૪ હજાર મનરેગા યોજનાની ગ્રાન્ટનો સમાવેશ થાય છે. નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત સ્વચ્છતા જાળવવા આ ભૂગર્ભ ગટરનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નિમૉણ કરવામાં આવ્યું છે.
દ્વારકાની રચના પ્રાથમિક વિધ્યાલયમાં શાળા પ્રવેશોત્સવ
દ્વારકા : રચના પ્રાથમિક વિધ્યાલયમાં ૧૦મો શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવેલ. જેમાં શહેરની વિવિધ શૈ‹ક્ષણિક સંસ્થાના તજજ્ઞો તથા શિક્ષણવિદો ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં કુસુમબેન કિશોરભાઇ ચાવડા મુખ્ય મહેમાન તેમજ અતિથિ વિશેષપદે લોકસાહિત્યકાર પ્રવિણભાઇ વ્યાસ ઉપસ્થિત રહેલ. શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધો.૧માં બાળકોને કુમકુમ તિલક કરાવી અને મોં મીઠું કરાવીને શાળામાં પ્રવેશ આપવામાં આવેલ. શાળામાં પ્રવેશ મેળવેલ તમામ ભૂલકાઓને દફતર, પાટી-પેન, લંબબોકસ વગેરે અભ્યાસ
લક્ષી સામગ્રી આપીને પ્રોત્સાહીત કરવામાં આવેલ. રથયાત્રા ઉત્સવના દ્વારકાધીશ મંદિરના શ્રીજીના દર્શનનો સમય
દ્વારકા : તા.૧૦-૭ના અષાઢ સુદ બીજના દિવસે રથ જાત્રા ઉત્સવ હોવાથી દ્વારકાધીશ મંદિરના શ્રીજીના દર્શનનો સમય નિત્ય ક્રમ મુજબ રથજાત્રા ઉત્સવ દર્શન સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી થશે. તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટદારની યાદીમાં જણાવાયું છે.
વિનામૂલ્યે આંખના મોતિયાના કેમ્પ
જામનગર : લાયન્સ કલબ અને વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરી. ટ્રસ્ટ, ગીતા વિધ્યાલયના સહયોગથી આંખના દદોઁના નિદાન અને સારવારના વિનામૂલ્યે ૨૯૫માં આંખના કેમ્પનું આયોજન તા.૨૦ના સવારે ૯-૩૦ થી ૧૧ દરમિયાન ગીતા વિધ્યાલય, કાશી વિશ્વનાથ મંદિર, કે.વી.રોડ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં આંખના નિષ્ણાંત ડોકટરો દ્વારા આંખના રોગની ફ્રી તપાસ કરાવી, દવા-ટીપા આપી સારવાર તથા વિનામૂલ્યે નેત્રમણિ મુકાવી આંખના મોતિયાના ઓપરેશન કરાવવાના હોય તેઓને રાજકોટ રણછોડદાસ બાપુ આશ્રમમાં જવા માર્ગ દર્શન આપવામાં આવશે.
સલાયામાં ધાર્મિક પ્રવચન અને ઉત્સવ
સલાયા : દ્વારકાધીશ હવેલીમાં અનેરો ધાર્મિક ઉત્સવ ઉજવાયો હતો. દ્વારકાધીશ સત્સંગ મંડળ દ્વારા બાળકો, યુવાનો, યુવતિઓ માટે ધાર્મિક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી હવેલીનાં વલ્લભરાયજીએ યુવા વર્ગને અનુલક્ષીને પ્રવચન કયું હતું.