તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જમાઇની હત્યા કરનાર સસરાને આજીવન કેદની સજા ફટકારાઇ

જમાઇની હત્યા કરનાર સસરાને આજીવન કેદની સજા ફટકારાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાિળયા તાલુકાના દાત્રાણા ગામના આહિર યુવાનને પ્રેમલગ્ન બાદ તેમના સસરા તથા પરિવારજનોએ સાથે મળી, પ્રેમલગ્નના ખાર સંદર્ભે જીવલેણ હૂમલા દ્વારા મોત નપિજાવવાના બનાવમાં અહીંની કોર્ટે મૃતકના સસરાને આજીવન કેદ તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ જ કેસમાં અન્ય ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છુટકારો ફરમાવ્યો છે.
આ અંગેની વગિત મુજબ દાત્રાણા ગામે રહેતાં રામભાઇ ગોગનભાઇ આંબલીયા નામના આહેર યુવાનને દ્વારકા તાલુકામાં રહેતાં આલાભાઇ નારણભાઇ ચાવડાની પુત્રી મોંઘીબેન સાથે પ્રેમ થઇ જતાં બન્નેએ ગત તા.૨૫-૩-૨૦૧૧ના દિને રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા હતાં. આ લગ્ન યુવતિના પરિવાજનોને મંજૂર ન હોય, તેઓ આ અંગે નારાજ રહેતાં હતાં.
આ દરમિયાન મોંઘીબેનના ભાઇ સુમાતના લગ્ન હોય, તેઓ લગ્નના કારણસર મોંઘીબેનને સમાધાન કરી, ટુંપણી ખાતે માવતરે લઇ ગયા હતા. લગ્ન બાદ તા.૧૮-૫-૧૧ના રોજ રાત્રીના નવેક વાગ્યે રાજાભાઇ આંબલીયા તેની પિત્ન મોંઘીબેનને તેડવા દાત્રાણા ગામેથી નીકળ્યા બાદ બીજા દિવસે સવારે રામભાઇના ભાઇ દિલીપભાઇને ફોનથી જાણવા મળેલ કે, તેના ભાઇ રામભાઇને તેના સસરા આલા નારણ, દિકરા સુમાત આલા તેમજ ગોગન નારણ, કેશુર હમીર તથા પાલા હમીરે ધોકા અને કુહાડી જેવા જીવલેણ હથિયારો વડે માર મારી, કરપીણ હત્યા નપિજાવી ફેંકી દીધો હતો.
દ્વારકા પોલીસે જે તે સમયે આરોપીઓને પકડી પાડી પાડતા કોર્ટે તમામને જેલ હવાલે કર્યા હતાં. પોલીસના ચાર્જશીટ બાદ આ કેસ સંદર્ભે ખંભાિળયા કોર્ટમાં બુધવારે સૂનાવણી થઇ હતી.
કોર્ટે ૩૫ દસ્તાવેજી પુરાવા તથા ૨૫ સાક્ષીઓના નિવેદનો તથા સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાને લઇ, સેસન્સ અદાલતે તેમના કુલ ૧૦૯ પાનાના ચૂકાદામાં આરોપી આલા નારણ ચાવડાને આઇપીસી કલમ-૩૦૨ હેઠળ આજીવન કેદની સજા તથા રૂ.૧૦ હજારનો દંડ ઉપરાંત સીઆરપીસી કલમ-૩૫૭ (૧) મુજબ સજા ફરમાવી હતી. જો તેઓ દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
આરોપી દ્વારા દંડની રકમને મૃતકના માતા સોનીબેનને ચૂકવી આપવા હુકમ કર્યો હતો. અન્ય ચાર આરોપીઓને શંકાનો લાભ આપી, છોડી મુકવા હુકમ કરવામાં આવ્યો છે. આ ચૂકાદાએ સારી એવી ચકચાર જગાવી છે.