તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દંપતીને ભરખી ગયેલા અકસ્માત પ્રકરણમાં બે સામે બિનઇરાદિત હત્યાની ફરિયાદ

દંપતીને ભરખી ગયેલા અકસ્માત પ્રકરણમાં બે સામે બિનઇરાદિત હત્યાની ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખા ધોરીમાર્ગ પર જર્જરિત પુલ નીચે દબાઇ જતાં નીપજેલા દંપતિના મૃત્યુ પાછળ પ્રતબિંધિત પુલ પર તોતીંગ મિક્ષર રાખી ક્રોંક્રિટ કામ કરતાં બે શખ્સોની બેદરકારી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધી છે.
દ્વારકા નજીક ઓખા રોડ પર ગત તા.૨૫મીના સવારે જર્જરિત પુલ પરથી પસાર થતાં જીજે-૧૦-એએમ-૨૧૩૨ નંબરના મોટરસાઇકલમાં સવાર રૂપેણબંદરના ગફુર ઇશાભાઇ પટેલિયા (ઉ.વ.૩૮) અને તેના પિત્ન ડાહીબેન (ઉ.વ.૩૬) એકાએક પુલ ધરાશાયી થતાં બન્ને પુલ નીચે પાણીમાં ગરક થઇ ગયા હતાં. આ જર્જરિત પુલ સામે જ નવા બંધાતા પુલના ક્રોંક્રિટ કામમાં ઉપયોગમાં લેવાતું જીજે-૧-એફ-૨૮૮૯ નંબરનું તોતીંગ મીક્ષર આ પુલ પર ઉભુ રખાતા આ બનાવ બન્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પુલના કાટમાળ તથા મીક્ષર ટ્રકમાંથી નીચે ઢોળાયેલા સિમેન્ટ ક્રોંક્રિટ નીચે દબાઇ જતાં દંપતિનું મૃત્યુ થયું હતું. દરમિયાન આ બનાવ પાછળ મિક્ષર ટ્રકના રાજુ પરબત મોઢવાડિયા (રે. કુતિયાણા) અને જગદીશ રાણા સોલંકીની બેદરકારીના કારણે ઘટી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે બન્ને સામે અવિચારી કૃત્ય આચરવા બદલ ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં કસુરવાર બન્ને શખ્સોને શોધી કાઢવા પીઆઇ વી.ડી.વાળા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.