• Gujarati News
  • દોિઢયા ફાયિંરગ પ્રકરણમાં બે બંદૂક કાર કબજે કરાયા

દોિઢયા ફાયિંરગ પ્રકરણમાં બે બંદૂક-કાર કબજે કરાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર નજીક દોિઢયા ગામે જમીનના ડખ્ખામાં થયેલા ફાયરÃગ અને મારામારીના બનાવ સંદર્ભે પોલીસે ગરાસિયા અને પટેલ જૂથ સામે સામસામી ફરિયાદ નોંધી હતી. દરમિયાન પટેલ શખ્સોએ વારદાતમાં ઉપયોગ કરેલી બે લાયસન્સવાળી બંદૂક કબ્જે કરી છે. જ્યારે ફાયરÃગમાં ઘવાયેલો સસ્પેન્ડ પોલીસકર્મી હજુ સારવાર લઇ
રહયો છે.
જામનગર નજીકના દોિઢયા જીવાપર ગામે રવિવારે ક્ષત્રિય અને પટેલ જૂથ વચ્ચે થયેલી સશસ્ત્ર જૂથ અથડામણમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ છે. આ બનાવમાં પટેલ જૂથ તરફે ચાર અને ક્ષત્રિય જૂથના સસ્પેન્ડેડ પોલીસ કર્મી સહિત બે વ્યકિતઓ ઘાયલ થયા હતાં. પટેલ પરિવાર અને ગરાસિયા પરિવારે આ બનાવની હત્યાના પ્રયાસ સંબંધિત સામસામી ફરિયાદો નોંધાવી હતી.
ઉપરાંત પટેલ શખ્સોએ ફાયરÃગ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. પટેલ જૂથે ફાયરÃગ કરતાં સસ્પેન્ડેડ પોલીસકર્મી ઇશ્ર્વરસિંહ જાડેજા ઘવાયો હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન પંચકોશી-બી ડિવીઝન પોલીસે આ પ્રકરણની તપાસ હાથ ધરી શહેરના મેહુલનગર વિસ્તારમાં રહેતાં આરોપી પ્રમોદ કેશવજી પટેલ અને તેના પિતા કેશવજીભાઇ સુદાણીના નામની લાયસન્સવાળી ૩૨ બોર અને એક ૧૨ બોરની રિવોલ્વર મળી આવી હતી. પોલીસે બન્ને હથિયાર તથા આઠ જીવતાં કારતૂસ અને બન્નેના લાયસન્સ કબ્જે કર્યા હતાં. પોલીસના દરોડા દરમિયાન બન્ને આરોપીઓ ઘરે હાજર મળ્યા ન હતાં.
બીજી તરફ સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી હજુ રાજકોટ હોસ્પિટલમાં સારવાર લઇ રહયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પીએસઆઇ વીંછી સહિતના સ્ટાફે બન્ને પક્ષના આરોપીઓની શોધખોળ વિસ્તારી છે.