તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વાઘપુરના યુવાનની હત્યા મામલે ત્રણ ઝડપાયા

વાઘપુરના યુવાનની હત્યા મામલે ત્રણ ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
# બે મહિના પહેલા પત્નીને લેવા લુસડીયા જતાં ગુમ થઇ ગયો હતો : પોલીસ તપાસમાં અપહરણ કરાયું હોવાનું ખૂલતાં ત્રણની અટકાયત કરાતાં હત્યા થઇ હોવાનું ખુલ્યું
ભાસ્કર ન્યૂઝ.શામળાજી
શામળાજી નજીક આવેલા વાઘપુર ગામનો એક યુવાન તેની પત્નીને તેડવા માટે લુસડીયા ગામે ગયો હતો. ત્યારબાદ આ યુવાન ગુમ થતાં પરિવારજનોએ શામળાજી પોલીસ સ્ટેશને આ અંગે જાણવાજોગ ફરિયાદ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને યુવાનનું અપહરણ થયુ હોવાનું જણાતા પોલીસે મંગળવારે યુવાનના પિતાની ફરિયાદ આધારે લુસડીયાના ત્રણ શખ્સો સામે અપહરણનો ગુનો દાખલ કરી આ ત્રણેય શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરતા વાઘપુરના યુવાનની હત્યા થઇ હોવાનું ખુલ્યુ હતું. ત્યારે પોલીસે આ ત્રણેય શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે શામળાજી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, શામળાજી નજીક આવેલા વાઘપુર ગામે રહેતો જેવિયરભાઇ ગત તા.૮/૪/૧૩ના રોજ વાઘપુર ગામેથી લુસડીયા ગામે તેની પત્ની અલ્પાબેનને તેડવા નીકળ્યો હતો. આ યુવાન ત્યાંથી પરત ન ફરતા તેના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. અને આસપાસમાં તપાસ હાથ ધયૉ બાદ અંતે શામળાજી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તા.૧૭/૪/૧૩ના રોજ આ યુવાન અંગે જાણવાજોગ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન પોલીસને યુવાનનું અપહરણ કરાયુ હોવાનું જણાતા પોલીસે તા.૨ જુલાઇએ મૃતકના પિતા સિલાસભાઇ ખરાડીની ફરિયાદ લઇ લુસડીયાના ત્રણ શખ્સો સામે યુવાનના અપહરણ કર્યા અંગેનો ગુનો દાલખ કરી આ ત્રણેય શખ્સોની બુધવારે અટકાયત કરી કડક હાથે પુછપરછ હાથ ધરી હતી.
દરમિયાન આ ત્રણેય જણાએ વાઘપુરના યુવાનને ગત તા.૮/૪/૧૩ ના રોજ જગાબોર(ગલપુર) ગામની સીમમાં મારી નાખ્યા બાદ આ ત્રણેય શખ્સોએ લાશને બાઇક પર મૂકી રાજસ્થાન સરહદમાં આવેલા ખજુરી ગામની સીમમાં નેશનલ હાઇવે રોડની સાઇડમાં પુલ નીચે નાખી દીધી હતી. ત્યારબાદ પોલીસમાંથી મળેલ માહિતી મુજબ આ મૃત યુવાનની લાશને ૧૫ દિવસ બાદ કોયલામાં નાખી કેરોસીન છાંટી સળગાવી દીધી હોવાનું ખુલ્યુ હતું. જો કે પોલીસે લાશ ફેકેલી જગ્યાએ લઇ જઇ મૃતકના શરીરના અવશેષો એકત્ર કરાયા હતા. ત્યારબાદ એફએસએલ અધિકારી જાની દ્વારા નમુના એફએસએલમાં પ્úથ્થકરણ માટે મોકલાયા હતા. જ્યારે શામળાજી રેફરલ હોસ્પિટલમાં આ અવશેષો ખરેખર માનવ શરીરના છે કે કેમ તે અંગેની ખરાઇ કરાયા બાદ આ ત્રણેય શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. કેસની તપાસ હિઁમતનગર ડી.વાય.એસ.પી. પી.આર.ગેહલોત તેમજ શામળાજી પી.એસ.આઇ. એમ.ડી.ચન્દ્રાવાડીયા દ્વારા હાથ ધરાઇ છે.