તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પાલિકાની પા.પુ. શાખાનો કર્મચારી શોર્ટસિર્કટથી દાÍયો

પાલિકાની પા.પુ. શાખાનો કર્મચારી શોર્ટસિર્કટથી દાÍયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ પાલિકાના કર્મચારીઓ પર જાણે આજકાલ ઘાત ચાલી રહી હોય, તેમ બીજો કર્મચારી ચાલુ ડયૂટીએ ઇજા પામતાં હોસ્પિટલમાં ખસેડવો પડયો હતો. આ અંગે મળતી વિગતો મુજબ શિવકૃપાનગરમાં આવેલા પાણીના ટાંકા પર કામ કરતી વેળા થયેલી શોર્ટસિર્કટના કારણે થયેલા ભડકામાં વોટર સપ્લાયના ઇસ્માઇલ બાકલીના હાથ દાઝી ગયા હતા, જેથી તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો, જયાં હાલે સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલાં જ નાળાં સફાઇમાં સેનિટેશનના કર્મચારી પર ઝાડની ડાળી પડતાં ગંભીર ઘાયલ થયો હતો, ત્યારે ગણ્યા-ગાંઠયા કર્મચારીઓના સહારે ચાલતી પાલિકાની કામગીરી પર અસર પડી છે.
નોંધનીય છે કે, ભુજ નગરપાલિકા તેના કર્મચારીઓ માટે સલામતીના પગલા લે તેવી લાગણી જોવા મળી રહી છે. કારણ કે, છેલ્લા ત્રણ જેટલા કર્મીઓ અકસ્માતથી ઇજાગ્રસ્ત
થયા છે.