તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગામતળના ગટરના પાણીનું પિમ્પંગ સ્ટેશન અંતે ચાલુ થયું

ગામતળના ગટરના પાણીનું પિમ્પંગ સ્ટેશન અંતે ચાલુ થયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં ઠેર ઠેર ગટરના પાણી ઉભરાવાની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે, ત્યારે આનો તોડ કાઢવા ભૂકંપ સમયે જીયુડીસીએ બનાવી દીધેલા, પણ આટલાં વર્ષોથી ભુતેશ્ર્વર ખાતે ધૂળ ખાતાં પિમ્પંગ સ્ટેશનને ઉભરાતી ગટરોની સમસ્યા હળવી કરવા અંતે પાલિકા દ્વારા કાર્યરત કરાયું હતું.
૨૦૦૪-૦૫માં જીયુડીસીએ અંદાજે ૪૦ લાખથી વધુના ખર્ચે રેલવે સ્ટેશન રસ્તે આ પિમ્પંગ સ્ટેશન બનાવી આપ્યું હતું, જેમાંનો ઉપયોગ ભુજના ગામતળના પાણી અહીં આવે અને પિમ્પંગ થાય, જેથી ગંદકી સાથે લાઇનને ચોકઅપ કરતા કચરાનો નિકાલ થઇ જાય તે હતો, પરંતુ આળસના કારણે પાલિકા દ્વારા હજી સુધી તે કાર્યરત કરાયું ન હતું. આટલાં વર્ષોથી ગામતળનું પાણી સીમતળના પાણી બન્ને મુખ્ય લાઇનમાં જતું હતું, જેના કારણે ગટરો ચોકઅપ થવાની સમસ્યા વધતી જતી હતી, જેથી નવા નગરપતિની તત્પરતાથી અંતે આ પિમ્પંગ સ્ટેશનને ૧૦ દિવસના સમારકામ બાદ ચાલુ બુધવારે વિધિવત્ કાર્યરત કરાયું હતું. આ ટાંકણે નગરપતિ હેમલતાબેન ગોર, કારોબારી ચેરમેન ઘનશ્યામ ઠક્કર તથા ચીફ ઓફિસર ચેતન ડુડિયા સહિતના અગ્રણીઓ હાજર
રહ્યા હતા.