• Gujarati News
  • ગરાસિયા પરિવારને બંદૂક બતાવી બે લાખની ખંડણી માગી

ગરાસિયા પરિવારને બંદૂક બતાવી બે લાખની ખંડણી માગી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં સામાકાંઠે વિસ્તારમાં રહેતા અને જાહેરખબરના વ્યવસાય સાથે સંકળાયેલા ગરાસિયા બંધુઓને શનાળા રોડ પર રહેતા વીરેન્દ્રિંસહ નામના શખ્સે બે લાખની ખંડણી માટે ધમકી આપી હતી અને ખંડણીની રકમ ન મળતા ખંડણીખોરે ગરાસિયા ભાઇઓના ઘરે જઇને રિવોલ્વર બતાવી હતી. જેની ગરાસિયા બંધુઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં રહેતા હિતેન્દ્રિંસહ હરેન્દ્રિંસહ ઝાલા (ઉ. વ. ૨૯)એ શહેર પોલીસ મથકે વીરેન્દ્રિંસહ નટુભા જાડેજા વિરુધ્ધ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હિતેન્દ્રિંસહ તથા તેમના નાનાભાઇ શિવભદ્રિંસહ જાહેરાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેની અંગેની ખબર શનાળા રોડ પર હાઉિંસગ બોર્ડમાં રહેતા વીરેન્દ્રિંસહને હોવાથી વીરેન્દ્રિંસહ છેલ્લા દસેક દિવસથી શિવભદ્રિંસહને ફોન કરીને રૂ. બે લાખની ખંડણી માગતો હતો. પરંતુ, શિવભદ્રિંસહે પોતાની પાસે આટલા પૈસા ન હોવાથી પૈસા આપવાની ના પાડી હતી. આથી, ગત તા. ૨ના રોજ બપોરના સમયે વીરેન્દ્રિંસહ શિવભદ્રિંસહના ઘરે પહોંચ્યો હતો અને ‘‘શિવભદ્રિંસહ ક્યાં છે અને બે લાખ રૂપિયાનું શું થયું ?’’ તેમ જણાવી રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની શિવભદ્રિંસહે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.