તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પ્લોટ પચાવી પાડવા યુવાન પર હુમલો

પ્લોટ પચાવી પાડવા યુવાન પર હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં કૃષ્ણનગર-ર વિસ્તારમાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા અને બ્રાસપાર્ટસના વ્યવસાય સાથે સંકળાયેલા ભૂપેન્દ્ર કેશવજી ડોબરિયા (ઉ.વ.૩૫) નામના પટેલ યુવાન મંગળવારે ગોકુલનગર વિસ્તારમાં હરસિિધ્ધ વાડીની પાછળ આવેલા પોતાના પ્લોટમાં ઉભા હતાં ત્યારે મોટરસાઇકલ પર આવેલા અનિલ મેર, કાનજી ગઢવી, રમેશ પારિયા અને અન્ય દસ અજાણ્યા શખ્સોએ બેઝબોલ, લાકડી, પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં પટેલ યુવાનના માથાના ભાગે ઇજા પહોંચી હતી. જેના ભાગે આરોપીઓએ ઘાયલ યુવાનના ખિસ્સામાંથી રૂ.૬૦૦૦ની રોકડ, રૂ.૩૫ હજારની કિંમતનો મોબાઇલ સહિત રૂ.૪૩ હજારની મતા લૂંટી લીધી હતી.