• Gujarati News
  • બળદિયા અને નારાણપરમાં ગટરથી રોગચાળાની ભીતિ

બળદિયા અને નારાણપરમાં ગટરથી રોગચાળાની ભીતિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટેલ ચોવીસીના માધાપર ગામે હજુ થોડા દિવસો પહેલાં જ કોંગો કે ડેન્ગ્યુ જેવા શંકાસ્પદ તાવના કારણે યુવક મૃત્યુને ભેટયો છે, ત્યારે ચોવીસીના નારાણપર અને બળદિયા ગામે ઉભરાતી ગટરો રોગચાળાને નોતરશે તેવી ભીતિ લોકોને સતાવે છે.
બળદિયામાં જયાં હોસ્પિટલ જ નજીક છે, એવી જગ્યાએ ગટરનું ગંદું પાણી ભરાયું છે અને એટલી હદે તે દુગઁધ મારી રહ્યું છે કે, સારવાર માટે જતા લોકો પણ ત્રાસી ગયા છે. આ ગંદું પાણી ગામના મુખ્ય રસ્તા પર આવવાની તૈયારીમાં છે. બંગલાઓના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ગંદું પાણી વહેતું હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે હોસ્પિટલના ટ્રસ્ટીઓએ અનેક વખત પંચાયતને જાણ કરી હોવા છતાં કોઇ પગલાં લેવાતાં ન હોવાથી આ ગંદાં પાણીથી રોગચાળો ફેલાય તેવી
ભીતિ સતાવે છે.
નારાણપર ગામમાં પણ સૂરજપર તરફ જવાના રસ્તા પર ગટરની લાઇન છેલ્લા ત્રણ માસથી ઉભરાઇ રહી છે. રહેવાસીઓએ અને ધંધાર્થીઓએ પંચાયતને લેખિતમાં જાણ કરવા છતાં પણ જાણે પંચાયત રોગચાળાની રાહ જોઇ રહી હોય તેવું વલણ અપનાવી રહી છે.