તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બોન્ડ્ઝનું વેચાણ $૩૫ અબજની વક્રિમી સપાટીએ

બોન્ડ્ઝનું વેચાણ $૩૫ અબજની વક્રિમી સપાટીએ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાલુ વર્ષના પ્રથમ ભાગ દરમિયાન દેશની કંપનીઓ દ્વારા કરવામાં આવતી બોન્ડ્ઝની ઓફર ૩૪.૯ અબજ ડોલરની વક્રિમી સપાટીએ પહોંચવા પામી છે કે જે ૧૮.૨ ટકાનો વધારો સૂચવે છે.
થોમસન રોઇટર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષ ૨૦૧૩ના પ્રથમ ભાગ દરમિયાન કંપનીઓ દ્વારા કરવામાં આવતી બોન્ડ્ઝની ઓફર ૧૮.૨ ટકા વધીને ૩૪.૯ અબજ ડોલરની થવા પામી છે જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૨૯.૫ અબજ ડોલરની કરવામાં આવી હતી.
એપ્રિલથી જુનના ત્રિમાસિક ગાળા દરમિયાન તેની અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીએ આ ઓફરમાં ૩૧ ટકાનો ઘટાડો થયો હોવા છતાં પણ છ માસિક ર્દિષ્ટએ તે વક્રિમજનક ટોચે પહોંચી છે.