તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નિફ્ટીએ ૫૭૭૫ની ટેકાની સપાટી તોડી

નિફ્ટીએ ૫૭૭૫ની ટેકાની સપાટી તોડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૈશ્વિક શેરબજારોમાં મંદીનું વાવાઝોડું ફુંકાવા સાથે ભારતીય રૂપિયો ફરી એકવાર રૂ. ૬૦ની સપાટી પાર થઇ જતાં ભારતીય શેરબજારોમાં સોપો પડી ગયો છે. બીએસઇ સેન્સેક્સ આજે વધુ ૨૮૬.૦૬ પોઇન્ટનું ગાબડું નોંધાવી ૧૯૧૭૭.૭૬ પોઇન્ટ બંધ રહ્યો હતો. ટેકનિકલી નિફ્ટી પણ ૫૭૭૫ પોઇન્ટની નજીકની મજબૂત ટેકાની સપાટી તોડી છે. એફઆઈઆઇની લેવાલી પણ ચાર દિનકી ચાંદની જેવી પુરવાર થઇ હોય તેમ આજે પણ રૂ. ૭૦૫.૦૬ કરોડનો માલ ફોડÛો હતો. સેન્સેક્સે બે દિવસમાં ૪૧૯ પોઇન્ટનું ધોવાણ નોંધાવ્યું છે. ટેકનો-ફન્ડામેન્ટલી હવે નિફ્ટી ટૂંકાગાળાની ચાલ દરમિયાન રૂ. ૫૭૨૫, ૫૬૯૬ અને ૫૬૭૫ સુધી જવાની ધારણા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
રિયાલ્ટી ઇન્ડેકસ સૌથી વધુ ૪.૭૬ ટકાના કડાકા સાથે ૧૪૮૭.૭૭ પોઇન્ટ બંધ રહ્યો હતો. પીએસયુ, મેટલ, કન્Íયુમર ડÛુરેબલ્સ, પાવર, ઓઇલ ગેસ, કેપિટલ ગુડ્સ અને બેન્કેકસમાં બેથી ૩.૧૧ ટકા સુધીનો કડાકો નોંધાયો હતો. ખાસ કરીને પીએસયુ બેન્ક શેર્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. નાણાપ્રધાન પી. ચિદ્મ્બરમની વ્યાજદર ઘટાડાની દરમિયાનગીરી અંગે આરબીઆઇએ મોળો પ્રતિસાદ આપવાના કારણે સરકારી બેન્કો દ્વારા વ્યાજદર ઘટાડાય તેવી શકયતા વ્યક્ત કરવા ઉપરાંત વધુ કડક નિયંત્રણો લાદવાના કારણે સરકારી બેન્કોનું ભારણ વધશે તેવી દહેશત સેવાઇ રહી છે.૧૩ પૈકી એફએમસીજી અને હેલ્થકેર ઇન્ડેકસને બાદ કરતાં ૧૧ સેકટોરલ ઇન્ડેકસ ઘટીને બંધ રહેવા ઉપરાંત સેન્સેક્સ બેÍડ ૩૦ પૈકી ૨૭ સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો છે. કુલ ટ્ર્ડેડ ૨૪૪૪ પૈકી ૬૨.૫૨ ટકા સ્ક્રીપ્સ (૧૫૨૮)માં ઘટાડો નોંધાયો છે.
હિન્દ કોપર ૩ ટકા તૂટÛો
હિન્દ કોપરના ૪.૦૧ ટકા શેર્સની ઓફરફોર સેલમાં ગઇકાલના બંધ ભાવ કરતાં ડસ્કિાઉન્ટ ૩.૬૫ ટકાનું રખાયું હતું. તેના પગલે શેરનો ભાવ આજે વધુ ૩.૧૦ ટકા તૂટી રૂ. ૭૦.૪૦ થઇ ગયો હતો.
ફરી એકવાર ડોલર સામે રૂપિયાએ ~ ૬૦ની સપાટી તોડી
વૈશ્વિક કરન્સી માર્કેટમાં મજબૂત ડોલર ભારતીય કરન્સીને પણ ભારે પડી રહ્યો છે. આજે ફરી એકવાર રૂપિયો ૫૫ પૈસા તૂટી રૂ. ૬૦.૨૧ની સપાટીએ બંધ રહ્યો હતો. એફઆઇઆઇની આક્રમક વેચવાલી, આયાતકારોની સતત ડોલર ડિમાન્ડ અને ક્રૂડના વધી રહેલા ભાવોના કારણે મોડે મોડેથી જોવા મળેલી આરબીઆઇની દરમિયાનગીરી પણ નિષ્ફળ ગઇ હતી. ઇન્ટ્રા-ડે ટ્રેિંડગમાં ડોલર એક તબક્કે વધી રૂ. ૬૦.૩૯ થઇ ગયો ગયો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે, તા. ૨૬ જૂનના રોજ ડોલર ઇન્ટ્રા-ડે રૂ. ૬૦.૭૬ થઇ ગયો હતો.
સરકારે દરખાસ્ત નકારતાં એમસીએકસ તૂટÛો
એમસીએકસની એફડીઆઇ દરખાસ્તને સરકારે ફગાવી દીધી હોવાના અહેવાલો પાછળ શેર ૩.૮૨ ટકા તૂટી રૂ. ૭૫૦.૯૦ થઇ ગયો હતો. સરકારે એમસીએકસ ઉપરાંત અન્ય પાંચ દરખાસ્તોને નકારી કાઢી હતી.
કડાકા પાછળનાં મુખ્ય કારણો
# એફઆઇઆઇની આજે રૂ. ૭૦૫ કરોડની વેચવાલી
# ડોલર સામે રૂપિયો ફરી રૂ. ૬૦ની સપાટી પાર
# બ્રેન્ટ ક્રૂડ ઊછળીને ૧૦૫ ડોલરની સપાટીએ પહોંચ્યું
# ચીનના અર્થતંત્રમાં ફરી મંદીના સંકેતો
# એચએસબીસી સર્વિસ ઇન્ડેકસ પણ ઘટીને આવ્યો
# પોર્ટુગલની પોલિટિકલ ક્રાઇસીસ યુરોપને નડશે
ડ્રેગનના ડરે મેટલ પીગળ્યાં
ચીનનો ઇકોનોમિક વૃિદ્ધદર મંદ પડી રહ્યો હોવાના અહેવાલો પાછળ મેટલ શેર્સમાં ભારે ગાબડાં નોંધાયાં હતાં. ચીન કોપર, એલ્યુમિનિયમ જેવી ધાતુઓનો મુખ્ય વપરાશકાર દેશ છે.
કંપની બંધ ઘટાડો
તાતા સ્ટીલ ૨૬૯.૩૫ ૪.૫૪%
સ્ટરલાઇટ ૮૪.૩૦ -૪.૫૮%
સેસાગોવા ૧૪૪.૩૫ -૪.૩૭%
જેએસડબ્લ્યૂ સ્ટીલ ૬૧૦.૩૫ -૪.૯૬%
એનએમડીસી ૯૦.૮૫ -૩.૨૯%
સેન્સેક્સ ઉડફ ઘટી
બીએસઇ બેન્ચમાર્કની શેરદીઠ કમાણી (ઇપીએસ) ૨૦૧૪માં ઘટી રૂ. ૧૪૬૦ આસપાસ રહેવાની આગાહી બેન્ક ઓફ અમેરિકા મેરિલલિન્ચે કરી છે. તેના જણાવ્યા અનુસાર વર્ષની શરૂઆતથી ઇપીએસ ૬ ટકા ઘટી રૂ. ૧૩૧૫ની થઇ છે. સેન્સેક્સ કંપનીઓ માટેનો એકત્રિત નફાનો ગ્રોથ લગભગ ઝીરો આસપાસ રહ્યો છે. વધુમાં રૂપિયાના ઘસારાના કારણે કંપનીઓની નફાકારકતામાં વધુ ઘટાડાની દહેશત પણ સેવાઇ રહી છે. જેની ઈપીએસ ઉપર અવળી અસર થાય.
સરકારી બેન્કોમાં ગાબડાં
બેન્ક બંધ ઘટાડો
સ્ટેટ બેન્ક ૧૮૯૯.૬૦ -૪.૫૮%
બીઓબી ૫૪૩.૮૫ -૭.૮૩%
યુનિ. બેન્ક ૧૭૧.૨૦ -૭.૪૩%
બીઓઆઇ ૨૨૦.૩૫ -૬.૨૩%
ઓબીસી ૧૯૯.૦૦ -૫.૭૫%