તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હાલની સ્થિતિમાં તમારાં રોકાણની રણનીતિ બદલો

હાલની સ્થિતિમાં તમારાં રોકાણની રણનીતિ બદલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ૬૦નાં સ્તર ઉપર પહોંચી ગયું છે. કરન્ટ એકાઉન્ટ ડેફિસિટમાં પણ વધારો થઈ રહ્યો છે. આપણને ખ્યાલ નથી કે સરકાર ખાધ્ય સુરક્ષા બિલ પસાર કરશે તે બાદ નાણાકીય ખાધ ઉપર શું અસર પડશે? આરબીઆઈ પણ નજીકનાં ભવિષ્યમાં વ્યાજદરો ઘટાડશે તે આશા ઉપર પણ પાણી ફરી વળ્યું છે. આર્થિક સ્થિતિ ઉપર આપણો કોઈ જ અંકુશ નથી પરંતુ તેના કારણે આપણે આપણા પર્સનલ ફાઇનાન્સ ઉપર પડનારી અસર સામે જરૂર કામ કરી શકીએ છીએ. રોકાણની વાત આવે ત્યારે માણસે શિસ્તબદ્ધ રીતે પોતાનાં લક્ષ્યાંકો અનુસાર રોકાણ કરવું જોઇએ. જો તમે પણ આ સૂત્ર અપનાવી લેશો તો તમારાં રોકાણને ટૂંકાગાળાની ખરાબ અસર વિચલિત નહીં કરી શકે. અહીં કેટલીક એવી ટપિ્સ આપવામાં આવી છે જેના કારણે તમને તમારાં રોકાણ ઉપર સારું વળતર મળી શકે છે.
૧. ખર્ચા ઉપર નજર રાખો : જો રૂપિયાનું અવમૂલ્યન ચાલુ રહેશે તો તમે તમારા ખર્ચમાં વધારો થતો જોઇ શકશો. રૂપિયાનાં અવમૂલ્યનની પરોક્ષ અસર મોંઘવારી ઉપર પડે છે. કારણ કે તેના કારણે ક્રૂડની આયાત મોંઘી બની જાય છે. તેના કારણે લગભગ તમામ વસ્તુઓની િંકમત વધી જાય છે. તેની અસર કરિયાણાના ભાવ ઉપર પણ થાય છે અને તે મોંઘું બને છે. એટલા માટે તમારા બજેટને સીમિત રાખો તેના કારણે પરિવારના ખર્ચ ઉપર વપિરીત અસર નહીં પડે અને તમે આકિસ્મક ખર્ચ માટે ભંડોળ પણ ઊભું કરી શકશો.
૨. ડેટ ફંડ : છેલ્લા થોડા સમયથી ડેટ ફંડો દ્વારા સારું એવું વળતર આપવામાં આવ્યું છે. પરંતુ મોંઘવારીની િંચતા અને આરબીઆઈ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવામાં નહીં આવ્યો હોવાને કારણે સરકારી જામીનગીરીઓ ઉપર મળતા વ્યાજમાં વધારો થવાની શરૂઆત થઈ છે. જો તમે લાંબા ગાળા માટેના ડેટ ફંડમાં ટૂંકાગાળા માટે રોકાણ કર્યું હોય તો તમારે આ રોકાણને શોર્ટ ટર્મ ફંડ કે ડાયનામિક ફંડમાં શિફ્ટ કરી લેવું જોઇએ. પરંતુ જો તમે લાંબાગાળા માટે રોકાણ કરવા માગતા હો તો તમારે આ રોકાણ જાળવી રાખવું જોઇએ અને તે અંગેના નિર્ણયો તમારા ફંડ મેનેજરને લેવા દેવા જોઇએ. હાલમાં કલોઝ એન્ડેડ લોન્ગ ટર્મ પ્રોડકટમાં રોકાણ કરવું વધુ યોગ્ય ગણાશે. જો તમે યોગ્ય રીતે સમજીને રોકાણ કરો તો ઓપન એન્ડેડ ફંડો પણ કરવેરાની ર્દિષ્ટએ સારો વિકલ્પ ગણાશે.
૩. ઇિકવટી ફંડ : હાલની સ્થિતિમાં એકસામટી રકમ આ ફંડમાં રોકવી જોખમી સાબિત થઈ શકે છે. એટલે એક સામટી રકમ ઇિકવટી ફંડોમાં ન રોકવી જોઇએ. બજારમાં ઉપલબ્ધ સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અને સિસ્ટેમેટિક ટ્રાન્સફર પ્લાનનો પૂરતો લાભ ઉઠાવો. તેના કારણે તમને બજારમાં જ નહીં પરંતુ તેનાં જોખમ સામે પણ સરેરાશ બેસાડી શકશો. તમે લાંબાગાળાનું રોકાણ કરશો તો પણ આ રણનીતિ થકી તમને સારું વળતર મળી શકશે.
- લેખક સિર્ટફાઇડ ફાયનાિન્સયલ પ્લાનર અને ધ ફાયનાિન્સયલ પ્લાનર્સ ગિલ્ડ ઇન્ડિયાના સભ્ય છે.
કૂખ્ૌkૂચ્ૂખ્.જૌખ્gૂ^@ૈૂૌખ્ૌkૃોૂજkૂચ્gચ્ગ્ણ્ઘ્.ેગ્ક