તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પત્નીને પડતી મૂકી પતિ આફ્રિકા ગયો અને બીજી પત્ની કરી

પત્નીને પડતી મૂકી પતિ આફ્રિકા ગયો અને બીજી પત્ની કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદની એક પરિણીતાને પતિએ બીજી મહિલા સાથેના સબંધના કારણે દુ:ખ ત્રાસ દઇ પરેશાન કરતા આ બારામાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે. આવી જ રીતે અમરેલીની મહિલાને પણ પતિ અને તેની બીજી પત્નીએ ઢીકાપાટુનો માર મારી ઇજા કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
પતિના અનૈતિક સબંધો અને બીજી પત્ની કરવાના કારણે પહેલી પત્ની પર ત્રાસ ગુજારવાની બે ઘટનાઓ અમરેલી જીલ્લામાં બની છે. જાફરાબાદની સ્વીટીબેન જગદશભિાઇ ગોહિલ નામની પરિણીતાએ આ બારામાં પતિ જગદશિ કાળુ ગોહિલ સામે જાફરાબાદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં તેણે જણાવ્યુ છે કે તેના પતિએ તેને સતત દુ:ખત્રાસ દઇ અવાર નવાર ઘરેથી કાઢી મુકી હતી. એટલુ જ નહી છેલ્લા ત્રણ વર્ષથી આફ્રિકા જતો રહ્યો છે અને પોતાની હયાતી હોવા છતાં બીજી પત્ની કરી તેની સાથે અનૈતિક સબંધ રાખી રહ્યો છે. હાલમાં આ મહિલા ચિત્તલના વ્હોરાવાડમાં માવતરે
રહે છે.
આવી જ એક અન્ય ઘટના અમરેલીમાં બની છે. અહિઁની અકીલબેન યુનુસભાઇ રાણા (ઉ.વ. ૩૩) નામની મહિલાએ પતિ યુનુસ હુસેન રાણા, સાસુ મદીનાબેન તથા પતિની બીજી પત્ની સામે સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં તેણે જણાવ્યુ છે કે તે પોતાના દિકરાને મળવા જતા ત્રણેય જણાએ તેને ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.