તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દંડીસ્વામી દ્વારકામાં કરશે ચાતુમૉસ અનુષ્ઠાન

દંડીસ્વામી દ્વારકામાં કરશે ચાતુમૉસ અનુષ્ઠાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા શારદાપીઠાધશિ્ર્વર જગતગુરૂ સ્વરૂપાનંદ સરસ્વતીજીના શિષ્ય દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજીનો આગામી ચાતુમૉસ દ્વારકામાં કરવાનું નકકી થતાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઉત્સવની ધામધૂમથી ધાર્મિક માહોલમાં ઉજવણી કરવા માટે શારદાપીઠના પટાંગણમાં શારદાપીઠના પ્રતિનિધિ નારાયણાનંદજીના અધ્યક્ષસ્થાને આગેવાનોની બેઠક બોલાવવામાં આવી હતી.
બેઠકમાં સંસ્કૃત એકેડેમીના પ્રતિનિધિ જયપ્રકાશ ત્રિવેદી તથા યશવંતભાઇ પાઢે કાર્યક્રમ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી તા. રર થી દંડીસ્વામીનો ચાતુમૉસ વ્રતનો કાર્યક્રમ શારદાપીઠમાં શરૂ થશે.
જે તા. ૧૯/૯ સુધી ચાલશે, કાર્યક્રમ દરમ્યાન શારદાપીઠાધશિ્ર્વર સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજનો જન્મદિન, દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજીનો જન્મોત્સવ અને ગુરૂપૂણિgમા જેવા ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવશે. સાધુસંતો તથા બ્રહ્નભોજન, જગતમંદિરે ધ્વજારોહણ તથા દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનો ધાર્મિક પ્રવચનો, ભજનકીર્તન, પ્રતિદિન સંસ્કૃત પાઠશાળાના વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક, વૈદિક મંત્રોચ્ચાર, પાઠ વગિેરે કાર્યક્રમો યોજાશે.
બેઠકમાં ઉપસ્થિત જામનગર ગ્રામ્ય ધારાસભ્ય હકુભ જાડેજાએ જણાવ્યું હતું કે, દંડીસ્વામીના અનુષ્ઠાનથી દ્વારકા આવતા યાત્રિકો તથા જિલ્લાની જનતાને ધાર્મિક માહોલનો બહોળા પ્રમાણમાં લાભ મળશે. તેઓએ ચાતુમૉસ ઉત્સવમાં સહકાર આપવાની ખાતરી આપી હતી. હરીભાઇ આધુનિક, મનસુખભાઇ બારાઇ, સુભાષભાઇ ભાયાણી વગિેરેએ જણાવ્યું હતું કે ચાર માસ સુધી ચાતુમૉસના દિવસોમાં દંડીસ્વામી દ્વારા યોજનાર ધાર્મિક પ્રવચનોથી લોકોને ધર્મના પાઠ શિખવા મળશે. તા. ર૧ના બપોર બાદ દંડીસ્વામી ચાતુમૉસનું અનુષ્ઠાન કરવા માટે દ્વારકા આવી પહોચશે ત્યારે દ્વારકાના પ્રાચિન અને પાૈરાણિક ભદ્રકાલી માતાજીના મંદિરેથી વાજતે ગાજતે ધાર્મિક માહોલ વચ્ચે શોભાયાત્રા નીકળશે.