તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • માંડવીમાં ટોપણસર તળાવ પર થતાં બાંધકામ સામે લોકોએ વિરોધ દર્શાવાયો

માંડવીમાં ટોપણસર તળાવ પર થતાં બાંધકામ સામે લોકોએ વિરોધ દર્શાવાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીમાં ‘ટોપણસર બચાવો-પાણી બચાવો’ જળ હોનારત અટકાવોના સૂત્રોચ્ચાર સાથે તળાવ પર થઇ રહેલાં બાંધકામના વિરોધમાં નગરપાલિકા કચેરી પાસે કાળા ઝંડા દર્શાવી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાનના પ્રેરકબળ જયકુમામર સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદામાં રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓ તળાવો તેમજ આજુ-બાજુના વિસ્તારમાં બાંધકામ કરવાની મનાઇ ફરમાવાઇ છે, તેમજ સુપ્રીમ કોર્ટે પણ આવાં બાંધકામ તાત્કાલિક અસરથી દૂર કરવા તમામ રાજ્ય સરકારોને જાણ કરી છે, તેમ છતાં શહેરના ટોપણસર તળાવ પાસે થઇ રહેલું બાંધકામ કાયદાના લીરા ઉડાવવા સમાન છે, તેવું કહેતાં લોકોને જાગૃત થવા હાકલ કરી હતી. ટોપણસર સુરક્ષા સમિતિના ચેરમેન વજિયસિંહ જાડેજા, કૌશિક વાસાણી, ગુણવંત દરજી, ઇલિયાસ મિસ્ત્રી, અભુભકરે શાસક પક્ષ જ ધંધાદારી આયોજન કરીને તળાવોને નાના કરવાનું કરીને જનદ્રોહ કરી રહ્યો છે, તેવો આક્ષેપ કર્યો હતો.