તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્પ્રÃગ વેકેશન પ્રોગ્રામ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્પ્રÃગ વેકેશન પ્રોગ્રામ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.ડી. મહેતા જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલ દ્વારા બાળકો ઉનાળાના વેકેશનનો સદઉપયોગ કરતા થાય, જીજ્ઞાસાવૃતિ સંતોષાય, વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થાય તેમજ ગણિત વિજ્ઞાનનું શિક્ષણ મળે એવા આશયથી સ્પ્રÃગ વેકેશન પ્રોગ્રામ અંતર્ગત વિવિધ ૪૭ જેટલા કાર્યક્રમોનું આયોજન થયુ હતુ જેમાં ૨૨૬૧ બાળકો, ૩૦૦ જેટલા શિક્ષકો અને ૨૨૦૦ જેટલી આમજનતાએ ભાગ લીધો હતો.
એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગુજકોસ્ટ-ગાંધીનગરના આર્થિક સહયોગથી સમગ્ર વેકેશન દરમ્યાન બાળકોએ દરરોજ ત્રણ કલાક વિજ્ઞાન કેન્દ્ર પર હર્ષભેર હાજર રહી ફન વીથ સ્ટ્રો, મોડેલ રોકેટરી, ગણિત મોડેલ બનાવટ, રસાયણ વિજ્ઞાનની મજા, વિવિધ રમકડાની બનાવટની સાથે વશિીષ્ટ દિવસો જેવાકે વિશ્વ પ્úથ્વી દિવસ, વિશ્વ પુસ્તક દિવસ, વિશ્વ ટેકનોલોજી દિવસ, વિશ્વ જળ વૈવિધ્ય દિવસ, વિશ્વ તમાકુ નિષેધ દિવસ અને વિશ્વ પયૉવરણ દિવસ વગેરે ઉજવાયા હતા.વિશ્વ પયૉવરણ દિવસની ઉજવણી અંતર્ગત બાળકોને વોટર સર્વે કરાવવામાં આવ્યો હતો.જેના ભાગરૂપે બાળકોએ શહેરના ૧૦૦ જેટલા ઘરોમાં પાણીના વપરાશ અંગેનો અભ્યાસ કરાવતુ કેશ સ્ટડી પ્રેઝન્ટેશનનું આયોજન થયુ હતુજેમાં વજિેતા બાળકોને પ્રોત્સાહનરૂપે ભેટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. બાળકો સાથે આમ જનતા અને શિક્ષકોની જાગૃતિને લગતા કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ.