તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • માત્ર ૭ કિલોમીટરના પેવર કામમાં થયો ~ ૭૦ લાખનો ભ્રષ્ટાચાર!!

માત્ર ૭ કિલોમીટરના પેવર કામમાં થયો ~ ૭૦ લાખનો ભ્રષ્ટાચાર!!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રજાનો પૈસો પ્રજાની સુખાકારી માટે વાપરવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર કરોડોની ગ્રાન્ટ વિવિધ વિભાગને ફાળવે છે, જે સારે રસ્તે વપરાય તેવો આશય હોય છે, પરંતુ આ જ ગ્રાન્ટની રકમ જો ભ્રષ્ટાચારનો ભોરિંગ ખાઇ જાય, તો મુખ્ય ઉદ્દેશ મરી જાય. માંડવી તાલુકાના તા. ૯ જૂનથી શરૂ થયેલા માંડવી-ગઢશીશા પેવર કામમાં પણ આવો જ તાલ છે તથા લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરાઇ છે.
માંડવી ૫ કિ.મી.થી ૧૨ કિ.મી. સુધીના સાત કિ.મી.ના રસ્તાનું નવીનીકરણ એટલે કે, પેવરકામ ચાલુ છે. ધારાસભ્ય તારાચંદભાઇ છેડાના હસ્તે ખાતમુહૂર્ત કરાવીને શરૂ કરાયેલું કામ સ્ટ્રેિન્થંગ મળે, તે માટે એસ્ટિમેટમાં ત્રણ સ્તર સમાવાયાં, પ્રથમ લેયર એસ.ટી.બી.સી., બીજું લેયર બી.એમ., ત્રીજું લેયર સીલકોટ અનુક્રમે ૭૫ એમ.એમ., ૫૦ એમ.એમ. અને ૨૦ મિલિમીટર. આ કામ માટે રૂ. ૩.૧૭ કરોડનું ટેન્ડર બહાર પડયું, જે ૨૨.૩૪ ટકા નીચા ભાવે કતીરા કન્સ્ટ્રકશનને આપવામાં આવ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી ધારાધોરણને નેવે મૂકીને સાઇટ સુપરવાઇઝર અને એજન્સીની મિલભિગતથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. પ્રથમ સ્તર કે જે મીકસ કાંકરીના એસ.ટી.બી.સી.ના એક ટન ડામરમાં ૨.૫ મિટર ચાલવો જોઇએ, તે અંદાજે ૨૫થી ૩૦ ટકા વધુ ચલાવે, જેથી થીકનેશ ન મળે તથા ગુણવત્તા પણ હલકી બને. તે જ રીતે બીજું સ્તર કે જે ૫૦ એમ.એમ.નું કરવાનું છે, તેમાં પણ સ્ટાન્ડર્ડ થીકનેશ મેળવવા ૧ ટન ડામરમાં ૩.૫ મીટર રસ્તો બને, તેને બદલે તેમાં પણ ભ્રષ્ટાચાર કરાવાના આક્ષેપ સાથે સૂત્રોએ જણાવ્યું હતું કે, ડામર પ્લાન્ટ પર ફરજ પરના સુપરવાઇઝર કે, જે સરકાર તરફથી કવોલિટી પર ધ્યાન રાખવા માટે હાજર હોય છે, તે જ હિસાબમાં ગરબડ કરી સેવિંગ કરે છે.
આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર એન.જી. ઓઝાને પૂછતાં તેમણે પેવરકામની વગિત અમારી પાસે ન હોય, તેમ કહી ટાળ્યું હતું. બાદમાં માહિતી મેળવીને પૂરક માહિતી આપી હતી. જોવાનું એ છે કે, આ બિલ તાત્કાલિક પાસ કરવાની લ્હાયમાં કામ આટોપી લેવામાં તો નથી આવતું ને.
ગાૈચર જમીનમાં પંચાયતની જાણ બહાર જ ડામર પ્લાન્ટમાંડવી-ગઢશીશા રોડના પેવરકામ માટે માંડવી તાલુકાના શેરડી ગામની સીમમાં પાંચથી સાત એકર ગાૈચર જમીનમાં ડામર પ્લાન્ટ રાખવામાં આવ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ પંચાયતની પરવાનગી લેવી જોઇએ, તે લેવામાં આવી નથી તથા ગાૈચર જમીનમાં ડામરના થર જામી જતાં પશુઓના ચારા માટે પણ લાયક રહી નથી.કામની વગિત અમારી પાસે ન હોય : સાઇટ સુપરવાઇઝર
માંડવી-ગઢશીશા રસ્તા પર ચાલતાં પેવરકામ પર સાઇટ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા કે.જી. સુથાર કે જેણે તકનીકી જાણકારી સાથે ગુણવત્તાસભર કામ કરાવવાનું હોય, તેમને પેવરકામમાં પ્રથમ સ્તરમાં ડામર ટન દીઠ કેટલા મીટર કામ થાય તે પૂછતાં અંદાજે ૨.૫થી ૩ મિ.મી. નીકળે તથા એજન્સીને કામ કેટલા ટકા નીચે ગયું, તે પણ ખબર નહોતી. ૨૦થી ૨૧ ટકા નીચું હશે તેમ ઉડાઉ જવાબ આપ્યો હતો. કામ દરમિયાન સતત ડામર પ્લાન્ટ પર બેસનારાને માહિતી જ ન હોય, તે માની શકાય તેમ નથી.