તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અનૉકુલમ ટ્રેનના રૂટને પુન: ઓખા સુધી લંબાવાતાં મુસાફરોમાં આનંદ

અનૉકુલમ ટ્રેનના રૂટને પુન: ઓખા સુધી લંબાવાતાં મુસાફરોમાં આનંદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાની ઋતુને અનુલક્ષીને ગત જુન માસમાં અનૉકુલમ ટ્રેનના રૂટને ટુંકાવી, હાપાથી શરૂ કરાયા બાદ વ્યાપક માંગને અનુલક્ષીને આ ટ્રેનને પુન: ઓખા સુધી દોડતી કરી દેવામાં આવી છે.આ સાથે કેટલીક દૈનિક ટ્રેનોના સમયપત્રકમાં આજથી ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.
છેલ્લા ઘણા સમયથી દોડતી ઓખા-અનૉકુલમ ટ્રેન છેલ્લા પાંચેક વર્ષથી દર ચોમાસાની ઋતુમાં ચારથી પાંચ માસ સુધી રૂટને ટુંકાવીને હાપા-અનૉકુલમ સુધી કરવામાં આવે છે.આ વખતે પણ આ ટ્રેનનો દશ જુનથી રૂટ ટુંકાવ્વામાં આવ્યા બાદ વ્યાપક વિરોધ અને અખબારી અહેવાલોના પગલે પુર્વવત રીતે હાપાના બદલે ઓખાથી જ દોડાવવાનો નિર્ણય રેલ સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવ્યો છે
આ વીકલી ટ્રેન આજે વહેલી સવારે અનૉકુલમ તરફ જવા અહીથી રવાના થતા અમદાવાદ-ભીંવડી-મહારાષ્ટ્ર તરફ જવા ઇચ્છતા મુસાફરોમાં રાહત સાથે આનંદની લાગણી પ્રસરી છે.
આ ઉપરાંત અહીના મહત્વના એવા ઓખા-મુંબઇ સૌરાષ્ટ્ર મેઇલનો સમય આજથી પાંચ મીનીટ વહેલો કરવામાં અવ્યો છે.જ્યારે ડાઉન મેઇલ મુંબઇ-ઓખાનો સમય યથાવત રાખવામાં આવ્યો છે.આ સાથે અન્ય દૈનિક ટ્રેનોના સમય પત્રકમાં બે-પાંચ મીનીટનો સામાન્ય ફેરફાર પણ થયાનું જાણવા મળ્યુ છે.
ઓખાથી રાજકોટ તરફ આવવા તથા જવા માટે દરરોજ સારો એવો ટ્રાફિક રહે છે.આ રૂટ પરની તમામ ટ્રેનો હમેંશા પેક જ દોડે છે.આ ઉપરાંત શની-રવિવારે તેમજ પુનમના દિવસોમાં તો ટ્રેનો કે ખાનગી વાહનોમાં તો પગ મુકવાની જગ્યા પણ મળતી નથી.
રેલ્વે સત્તાવાળાઓ દ્વારા રાજકોટ-મોરબી વચ્ચે દૈનિક ડેમુ ટ્રેન શરૂ કરવામાં આવી છે.ત્યારે અહીની વર્ષો જુની માંગણી મુજબ રાજકોટ-ઓખા વચ્ચે પણ ખાસ ટ્રેન દોડાવવામાં આવે તેમ મોટી સંખ્યામાં મુસાફરો ઇચ્છી રહયા છે.સોમનાથ ટ્રેનને અડધો કલાક મોડી કરાઇ
તાજેતરમાં શરૂ કરાયેલા બે તિર્થ સ્થળોને જોડતી દ્વારકા- સોમનાથ ટ્રેનને ૨૮ મીનીટ લેઇટ કરવામાં આવી છે.આ ફેરફારથી ખંભાિળયાના રેલ્વે સ્ટેશનમાં લગભગ દરરોજ બે ટ્રેનોના ક્રોસીંગ દ્વારા ઉપસ્થિત થતી હાડમારીથી લોકોને રાહત થશે.
ઓખા-નાથદ્વારા ટ્રેન કયારે શરૂ થશે ?
ફેબ્રુઆરી માસમાં જાહેર કરાયેલા રેલ્વે બજેટ વખતે નવી અને અતિ મહત્વની ટ્રેન એવી ઓખા-નાથદ્વારા શરૂ કરવા અંગે રેલમંત્રીએ જાહેરાત કરી હતી.નવાઇની બાબત તો એ છેકે નાથદ્વારામાં રેલ્વે સ્ટેશન જ નથી!!ત્યારે આ બાબતે રેલવે સત્તાવાળાઓ દ્વારા કોઇ ખુલાસો જાહેર કરાયો નથી.આ ઉપરાંત રેલવે સત્તાવાળાઓ દ્વારા આ ટ્રેનનું નિયત સમયપત્રક પણ જાહેર કરી દેવામાં આવ્યુ છે.પરંતુ આ ટ્રેન કયારથી શરૂ થશે ? તેની કોઇ જાહેરાત ન કરાતા ઉતારૂઓ-યાત્રિળુઓમાં ભારે કચવાટની લાગણી જોવા મળે છે.
તુતીકોરિન ટ્રેનનો ખંભાિળયાને સ્ટોપ કયારે?
છેલ્લા ચારેક વર્ષથી શરૂ કરવામાં આવેલી ઓખા-તુતીકોરીન એકમાત્ર ટેનનો સ્ટોપ ખંભાિળયાને આપવામાં આવ્યો નથી.ત્યારે વર્ષો જુની આ ટ્રેનના ખંભાિળયામાં સ્ટોપ બાબતે રેલ બાબુઓએ તાકીદે લક્ષ લેવુ જોઇએ તેવી વ્યાપક માંગ પણ ઉઠી રહી છે.