તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વીજ આંચકાથી મોતની ઘટનામાં ૧૦.૫૦ લાખનું વળતર

વીજ આંચકાથી મોતની ઘટનામાં ૧૦.૫૦ લાખનું વળતર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળની એક નર્સરીમાં એક વર્ષ પહેલાં નમાઝ પઢી રહેલા પ્રાૈઢ પર ૧૧ કેવીનો જીવતો વીજવાયર તૂટી પડ્યો હતો. આ અંગેનો કેસ કેશોદ સીવીલ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે મરનારનાં વારસોને રૂ. ૧૦.૫૦ લાખનું વળતર ચૂકવવાનો પીજીવીસીએલનો હુકમ કર્યો છે.
માંગરોળનાં નુરમોહંમદ અલ્લારખાભાઇ ઠેબા નામનાં પ્રાૈઢ ગત તા. ૨૯ માર્ચ ૨૦૧૨ નાં રોજ માંગરોળની વરામબાગ નર્સરી બપોરનાં સમયે નમાઝ અદા કરી રહ્યા હતા. એ વખતે ઉપરથી પસાર થતો ૧૧ કેવીનો જીવતો વીજવાયર તૂટીને તેમના પર પડ્યો હતો. આથી જોરદાર વીજ આંચકાને લીધે તેમનું ઘટનાસ્થળેજ મોત નીપજયું હતું. આથી તેમનાં વારસદારોએ જૂનાગઢની સીવીલ કોર્ટ સમક્ષ વળતર મેળવવા પીજીવીસીએલ સામે દાવો દાખલ કર્યો હતો. દરમ્યાન કેશોદમાં પ્રિિન્સપલ સીવીલ કોર્ટની સ્થાપના થઇ હતી.
આ કેસમાં મરનારનાં વારસો તરફથી જૂનાગઢનાં વકીલ યુસુફ એસ. કરૂડે ધારદાર દલીલો કરી હતી. અને સુપ્રીમ કોર્ટ તેમજ વિવિધ હાઇકોટોgનાં ચુકાદાઓ ટાંકી વીજ કંપનીની બેદરકારીને લીધે નુરમહંમદભાઇનું મૃત્યુ થયાનું સાબિત કર્યું હતું અને એકંદરે અદાલતે શકવર્તી ચુકાદો આપ્યો હતો. કોર્ટે વળતરરૂપે રૂ. ૯ લાખ ૭૨ હજારનું વળતર અને બનાવની તારીખથી ૬ ટકા વ્યાજ અને દાવાનાં તમામ ખર્ચ સહિત રૂ. ૧૦.૫૦ લાખ ચૂકવવાનો કેશોદનાં પ્રિિન્સપલ જજ એસ. વી. માંડાણીએ પીજીવીસીએલને હુકમ કર્યો હતો.