તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ટેકસ શાખામાં ૩૦૦૦ નવી મિલકતનો ઉમેરો

ટેકસ શાખામાં ૩૦૦૦ નવી મિલકતનો ઉમેરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનપાની ટેકસ શાખાના ચાલુ નાણાકીય વર્ષમાં ૧૭૫ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેથી આ લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે ટેકસ શાખાએ વર્ષના પ્રારંભથી જ શહેરના વિકસિત વિસ્તારોમાં સર્વે કરીને જે મિલકતોની આકારણી કરવામાં ન આવી હોય તેની તુરંત જ આકારણી કરીને મિલકત વેરો વસૂલ કરવા માટેની કાર્યવાહી ઝડપી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ટેકસ શાખાના ચોપડે ત્રણ મહિનામાં ત્રણ હજાર જેટલી નવી મિલકતો ઉમેરાઇ ગયેલ છે. જેમાં, સેન્ટ્રલ ઝોનની ૪૯૭, ઇસ્ટ ઝોનની ૧૨૪૮ અને વેસ્ટ ઝોનની ૧૨૩૭ જેટલી મિલકતોનો સમાવેશ થાય છે. શહેરના વિકસિત વિસ્તારોમાં છેલ્લા થોડા સમયમાં ઊભી કરવામાં આવેલ નવી મિલકતોમાંથી મોટાભાગની મિલકતો હજુ ટેકસ ચોપડે નોંધાઇ નથી તેવું જાણવા મળી રહ્યું છે.