તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ૭ કરોડનો સર્વિસ ટેકસ ભરવા મનપાને નોટિસ

૭ કરોડનો સર્વિસ ટેકસ ભરવા મનપાને નોટિસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મનપા દ્વારા પૂરી પાડવામાં આવતી જુદી-જુદી સેવાઓ બદલ કેન્દ્ર સરકારનો એકસાઇઝ ડિપાર્ટમેન્ટ સર્વિસ ટેકસ વસૂલ કરતો હોય છે. દર વર્ષે ભરાતી રકમ વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી વિવાદ ઊભો થઇ જતાં અને સાત કરોડની રકમ ચડત થઇ જતાં તાજેતરમાં સર્વિસ ટેકસ વિભાગે આ રકમ ભરવા અંતિમ નોટિસ ફટકારી છે. આ સામે મનપાએ િટ્રબ્યુનલમાં અપીલ દાખલ કરતા કેન્દ્ર અને રાજ્યની બે મોટી કચેરીઓની લડાઇ અમદાવાદ સુધી પહોંચી ગઇ છે.
સર્વિસ ટેકસ વિભાગે જે સેવા પર ઉઘરાણી કાઢી છે તે જમીન વેચાણની બાબત સામે મનપાએ વાંધો લીધો છે. સર્વિસ ટેકસ વિભાગે એવું માનીને નોટિસ આપી છે કે, મનપા જમીન લીઝ પર આપતી હોય તે સેવા ગણાય. જ્યારે, મનપા સ્પષ્ટ એવું માને છે કે, જમીનનું લીઝ કમ વેચાણ કરીએ છીએ. આથી, લીઝ કમ સેલ ઉપર સર્વિસ ટેકસ ભરવાનો ન હોય.
રેસકોર્સ ગ્રાઉન્ડના ભાડાં, માર્કેટનું ભાડું, હોિડઁગ, ટી. પી., મોબાઇલ ટોઇલેટ, કન્સલન્ટન્ટ વગેરે ઉપર સેવાકર ભરવાનો થાય છે. ૧૯૯૪ થી ૨૦૦૯ સુધી તંત્રએ િંસગલ એન્ટ્રી સિસ્ટમથી સર્વિસ ટેકસ ભર્યો છે. પરંતુ, જમીન વેચાણ સહિતની અમુક બાબતે સર્વિસ ટેકસ ભરવા સામે વાંધો નોંધાવી દીધો છે. ત્રણ વર્ષની રકમ ચડી ગઇ હોય તાજેતરમાં સુપ્રિન્ટેન્ડેન્ટ બાદ સર્વિસ ટેકસ કમિશનરે મનપાના કમિશનરને નોટિસ મોકલાવી છે. જેની સામે િટ્રબ્યુનલમાં કેસ દાખલ કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.