તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સકિંદરાબાદમાં કાલથી થ્રી ટાયર એસી કોચ લાગશે

સકિંદરાબાદમાં કાલથી થ્રી ટાયર એસી કોચ લાગશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતત ટ્રાફિકના કારણે રાજકોટ ડિવઝિનની ટ્રેન નં.૧૭૦૧૭ રાજકોટ-સકિંદરાબાદમાં ગુરુવાર ૪-જુલાઇથી ૧૭ જુલાઇ બુધવાર સુધી એક વધારાનો થ્રી ટાયર એસી કોચ લાગશે. સપ્તાહમાં ત્રણ દિવસ ઉપડતી આ ટ્રેન બારે માસ પેક જાય છે પરિણામે બીજો કોચ લગાવવા માગણી ઊઠી હતી. ડી.આર.એમ. વિનય બાપ્તીવાલેના જણાવ્યા મુજબ રાજકોટ-સકિંદરાબાદમાં હવે સેકન્ડ એસીના બે તેમજ થ્રી ટાયર એસીના બે મળી કુલ ૪ એસી કોચ લાગશે. જ્યારે ૧૨ સ્લીપર, ૩ જનરલ તથા ૩ લગેજ વાન મળી આ ટ્રેન હવે ૨૨ કોચની થઇ જશે. આ પૂર્વે પણ આ ટ્રેનમાં ૬/૫/૧૩ થી ૨૦/૫/૧૩ સુધી ૫/૬/૧૩ થી ૧૭/૬/૧૩ સુધી અને ૧૯/૬/૧૩ થી ૩ જુલાઇ સુધી થ્રી ટાયર એસી કોચ લગાવાયા હતા.