તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભચાઉની અંગ્રેજી માધ્યમની શાળાના શોષણની ફરિયાદ

ભચાઉની અંગ્રેજી માધ્યમની શાળાના શોષણની ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ જાણે નિયમોનું કોઇ અસ્તિત્વ જ ન હોય તેવી રીતે ચાલી રહી છે અને જો જિલ્લા શિક્ષણાધિકારી નિષ્ઠાથી પોતાની સાચી ફરજ સમજીને તેની તપાસ કરે, તો અનેક ગોટાળા બહાર આવે એમ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સામાજિક કાર્યકર સામજીભાઇ પરમારે રાજ્યના શિક્ષણપ્રધાનને કરેલી ફરિયાદ મુજબ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પછાત વર્ગના બાળકોને અન્યાય કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં ૨૫ ટકા પછાત વર્ગના છાત્રોને મફત સમાવવામાં આવતા નથી, આ જાતિના બાળકોને સરકાર તરફથી આપવામાં આવતી શિષ્યવૃત્તિને લગતી કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમના જણાવ્યા મુજબ શાળામાં ઘણોખરો સ્ટાફ તાલીમ વગરનો છે. ગણિત-વિજ્ઞાનના શિક્ષક શાળા સ્થાપનાથી આજ દિન સુધી બિનતાલીમી છે. સરકાર નિયમો બનાવે છે, પણ આ શાળા તો દર વર્ષે કોઇ જ મંજૂરી લીધા વિના મન ફાવે તેમ બાળકોની ફીમાં તગડો વધારો કરે રાખે છે. બાળકો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં જ
આવે છે. પાદરી આચાર્યને સ્થાનિક અધિકારીઓ તરફથી આશીર્વાદ મળેલા હોય તેવી સાંઠગાંઠ દેખાય છે, અધિકારીઓ દ્વારા તપાસ થાય, તો ગોટાળા બહાર આવે એમ છે. શિક્ષણાધિકારી મુકેશ પટેલનો સંપર્ક થઇ શકયો ન હતો.